________________
અને કઈ છતાં પધાનનું
વિવિધતા કહેલ છે
અધ્યાય ૧-સૂત્ર-૨૩ પ્ર -- ત્યારે તે ભવપ્રત્યય પણ ક્ષયપસમજન્ય જ ઠર્યું તે પછી ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એ બન્નેમાં શે તફાવત છે?
ઉ– કોઈ પણ જાતનું અવધિજ્ઞાન કેમ ન હોય પણ તે યોગ્ય ક્ષપશમ સિવાય થઈ શકતું જ નથી. એ રીતે અવધિજ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ તે સર્વ અવધિજ્ઞાનનું સાધારણ કારણ છે જ; એમ હોવા છતાં પણ કઈક અવધિજ્ઞાનને ભવપ્રત્યય અને કઈકને ક્ષયોપશમ જન્ય – ગુણપ્રત્યય કહેલ છે તે ક્ષાપશમના આવિર્ભાવનાં નિમિત્તોની વિવિધતાની અપેક્ષાએ જાણવું, દેહધારીઓની કેટલીક જાતિઓ એવી છે કે જેમાં જન્મ – ભવ લેતાં જ યોગ્ય ક્ષપશમનો આવિર્ભાવ અને તે દ્વારા અવધિજ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય છે. અર્થાત્ એ જાતિવાળાઓને અવધિજ્ઞાનને યોગ્ય ક્ષયોપશમ માટે એ જન્મમાં કાંઈ તપ આદિ અનુષ્ઠાન કરવાં પડતાં નથી. તેથી જ એવી જાતિવાળા બધા જીવોને ન્યૂનાધિકરૂપમાં જન્મસિદ્ધ અવધિજ્ઞાન અવશ્ય થાય છે અને તે જીવન પર્યત રહે છે. એનાથી ઊલટું કેટલીક જાતિઓ એવી પણ છે કે જેમનામાં જન્મ લેતાંની સાથે જ અવધિજ્ઞાન પ્રાપ્ત થવાને નિયમ હોતો નથી. આવી જાતિવાળાઓને અવધિજ્ઞાનયોગ્ય પશમના આવિર્ભાવને માટે તપ આદિ ગુણનું અનુષ્ઠાન કરવું આવશ્યક છે. તેથી એવી જાતિવાળા બધા જીવોમાં અવધિજ્ઞાનને સંભવ હેતે નથી. ફક્ત જેઓએ એ જ્ઞાનને યોગ્ય ગુણ પ્રાપ્ત કર્યા હોય તેમનામાં જ સંભવે છે. તેથી ક્ષયપશમરૂપ અંતરંગ કારણ સમાન હોવા છતાં પણ એને માટે કેઈક જાતિમાં ફક્ત જન્મની અને કોઈક જાતિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org