________________
અધ્યાય ૧ - સૂત્ર ૨૩
M
૧
રંગ લગાવ્યા હાય અને પછી એ સ્થાન ઉપરથી એ વસ્ત્રને
લઈ લેવામાં આવે તે પણ તે પ્રમાણે જે અવધિજ્ઞાન ખીજી જગ્યા ઉપર જવા છતાં
એને વસ્ત્રના રંગ કાયમ જ રહે, ઉત્પત્તિના ક્ષેત્રને છેડીને
એની
પણ કાયમ રહે છે, તે
‘આનુગામિક.’
૨. જેમ કાઈનું જ્યાતિષજ્ઞાન એવુ હૈાય છે કે જેથી તે અમુક સ્થાનમાં જ પ્રશ્નોને ઠીક ઠીક ઉત્તર આપી શકે છે ખીજા સ્થાનમાં નહિ, તે જ પ્રમાણે જે અવધિજ્ઞાન પેાતાનુ ઉત્પત્તિસ્થાન છૂટી જતાં કાયમ રહેતું નથી, તે ‘અનાનુગામિક’.
૩, જેમ દીવાસળી અથવા અરણિ આદિથી ઉત્પન્ન થતી દેવતાની ચિનગારી બહુ નાની હાવા છતાં પણ અધિક અધિક સૂકાં લાકડાં આદિને પ્રાપ્ત કરી ક્રમથી વધતી જાય છે, તેમ જે અધિજ્ઞાન ઉત્પત્તિકાળમાં અલ્પવિષયક હાવા છતાં પણ પરિણામશુદ્ધિ વધવાની સાથે જ ક્રમપૂર્વક અધિક અધિક વિષયવાળું થતું જાય છે, તે 'વ'માન'.
૪. જેમ પરિમિત દાદ્ય વસ્તુઓમાં લાગેલી આગ નવુ ખાળવાનું ન મળવાથી ક્રમપૂર્વક ધટતી જ જાય છે, તેમ જે અવધિજ્ઞાન ઉત્પત્તિના સમયમાં અધિક વિષયવાળુ હોવા છતાં પણ પરિણામશુદ્ધિની કમી થતાં ક્રમશઃ અલ્પ અલ્પ વિષયવાળું થઈ જાય છે, તે ‘હીયમાન'.
૫. જેમ કાઈ પ્રાણીને એક જન્મમાં પ્રાપ્ત થયેલ પુરુષ આદિ વેદ યા ખીજા અનેક પ્રકારના શુભ અશુભ સ ંસ્કારો એની સાથે ખીજા જન્મમાં જાય છે, અથવા જિંદગી સુધી કાયમ રહે છે, તેમ જ જે અવધિજ્ઞાન ખીજો જન્મ થવા છતાં
૧. જુઓ અધ્યાય ૨ સૂ૦ ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org