________________
અધ્યાય ૧–સૂત્ર ૧૮-૧૯ ઉ – પાંચ ઇદ્રિ અને મન એ છને અથવગ્રહ આદિ ચાર ચાર ભેદોથી ગુણતાં ચેવિસ થાય. એમાં ચાર પ્રાપ્યકારી ઇંદ્રિયના ચાર વ્યંજનાવગ્રહ ઉમેરવાથી ૨૮ થાય. એ ૨૮ ને બહુ, અલ્પ, બહુવિધ, અલ્પવિધ આદિ બાર બાર ભેદોથી ગુણતાં ૩૩૬ થાય. આ ભેદોની ગણતરી સ્થળદૃષ્ટિથી છે; વાસ્તવિક રીતે તે પ્રકાશ આદિની ફુટતા, અસ્ફટતા, વિષયોની વિવિધતા અને ક્ષયપશમની વિચિત્રતાને લીધે તરતમભાવવાળા અસંખ્ય ભેદ થાય છે.
પ્ર. - પહેલાં જે બહુ, અલ્પ આદિ બાર ભેદો કહ્યા છે તે તો વિષયેના વિશેષોમાં જ લાગુ પડે છે, જ્યારે અથવ. ગ્રહો વિષય તે માત્ર સામાન્ય છે; આથી તે અર્થાવગ્રહમાં કેવી રીતે ઘટી શકે ?
ઉ૦ – અર્થાવગ્રહ બે પ્રકારનો માનવામાં આવે છે: વ્યાવહારિક અને નૈઋયિક. બહુ, અલ્પ આદિ જે ૧૨ ભેદ કહ્યા છે, તે વ્યાવહારિક અર્થાવગ્રહના જ સમજવા જોઈએ; નૈઋયિકના નહિ. કેમ કે નૈયિક અર્થાવગ્રહમાં જાતિ-ગુણ–ક્રિયાથી શૂન્ય માત્ર સામાન્ય પ્રતિભાસિત થાય છે, આથી એમાં બહુ, અલ્પ આદિ વિશેના ગ્રહણનો સંભવ જ નથી. - પ્રવ –વ્યાવહારિક અને નૈઋયિકમાં શો તફાવત છે?
ઉ૦ – જે અર્થાવગ્રહ પ્રથમ જ સામાન્યમાત્રનું ગ્રહણ કરે છે તે નૈૠયિક, અને જે જે વિશેષગ્રાહી અવાયજ્ઞાનની પછી નવા નવા વિશેની જિજ્ઞાસા અને અન્યાય થતાં રહે છે, તે બધાં સામાન્યવિશેષગ્રાહી અવાયજ્ઞાન વ્યાવહારિક અર્થાવગ્રહ છે. અર્થાત ફક્ત તે જ અવાયજ્ઞાનને વ્યાવહારિક અર્થાવગ્રહ ન સમજવો કે જેની પછી બીજા વિશેષોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org