________________
અધ્યાય ૧- સૂત્ર ૨૦
અથવા સ્ફટ હેય અહીંયાં તો ફક્ત સંભવની અપેક્ષાએ ઉક્ત બાર બાર ભેદે ગણવા જોઈએ. [ ૧૮ – ૧૯]
હવે શ્રુતજ્ઞાનનું સ્વરૂપ અને એના ભેદ કહે છે: કૃત મત્તિર્વ નેટમેમ ! ૨૦૫
શ્રતજ્ઞાન મતિપૂર્વક થાય છે. તે બે પ્રકારનું છે; જે અનેક પ્રકારનું અને બાર પ્રકારનું હોય છે.
મતિજ્ઞાન કારણ અને શ્રુતજ્ઞાન કાર્ય છે, કેમ કે મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે. આથી શ્રુતજ્ઞાનને મતિપૂર્વક કહ્યું છે. જે વિષયનું શ્રુતજ્ઞાન કરવાનું હોય એ વિષયનું મતિજ્ઞાન પહેલાં અવશ્ય થવું જોઈએ. આથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનનું પાલન કરવાવાળું અને પૂરણ કરવાવાળું કહેવાય છે. મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું કારણ છે, પરંતુ તે બહિરંગ કારણ છે. એનું અંતરંગ કારણ તો શ્રુતજ્ઞાનાવરણને ક્ષયે પશમ છે, કેમ કે કોઈ વિષયનું મતિજ્ઞાન થયા છતાં પણ જે ઉક્ત ક્ષયોપશમ ન હોય તે એ વિષયનું શ્રુતજ્ઞાન થઈ શકતું નથી. - પ્રવ – મતિજ્ઞાનની માફક શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં પણ ઇદ્રિય અને મનની મદદ અપેક્ષિત છે તો પછી બન્નેમાં તફાવત છે ? જ્યાં સુધી બનેનો ભેદ સ્પષ્ટ રીતે જાણી ન શકાય ત્યાં સુધી શ્રુતજ્ઞાન મતિપૂર્વક છે એ કથનને કાંઈ ખાસ અર્થ રહેતો નથી. તેમ જ મતિજ્ઞાનનું કારણ મતિજ્ઞા– નાવરણીય કર્મને ક્ષપશમ અને શ્રુતજ્ઞાનનું કારણ શ્રુતજ્ઞા નાવરણીય કર્મને ક્ષયોપશમ છે, આ કથનથી પણ બન્નેને ભેદ ધ્યાનમાં આવતું નથી, કેમ કે ક્ષયપશમનો ભેદ સાધારણ બુદ્ધિને ગમ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org