________________
તત્વાર્થસૂત્ર વ્યવહાર, નિશીથ અને ઋષિભાષિત આદિ શાસ્ત્રોને અંગબાહ્યમાં સમાવેશ થાય છે.
પ્ર. – આ જે ભેદ બતાવ્યા તે તો જ્ઞાનને વ્યવસ્થિત રૂપે સંગૃહીત કરવાવાળાં શાસ્ત્રોના ભેદ થયા; તો પછી શું શાસ્ત્રો આટલાં જ છે ?
ઉ૦ –નહિ, શાસ્ત્ર અનેક હતાં, અનેક છે, અનેક બને છે અને આગળ પણ અનેક થશે. તે બધાં શ્રુતજ્ઞાનની અંદર જ આવી જાય છે. અહીંયાં ફક્ત એટલાં જ ગણાવ્યાં છે કે જેમના ઉપર પ્રધાનપણે જૈન શાસનને આધાર છે. પરંતુ બીજી અનેક શાસ્ત્ર બન્યાં છે અને બનતાં જાય છે એ બધાંને અંગબાહ્યમાં સમાવેશ કરી લેવો જોઈએ. ફક્ત બનેલાં અને બનતાં શાસ્ત્રો શુદ્ધ બુદ્ધિ અને સમભાવપૂર્વક રચાયેલા હોવાં જોઈએ.
પ્ર. – આજકાલ જે વિવિધ વિજ્ઞાનવિષયક શાસ્ત્રો તથા કાવ્ય તથા નાટકાદિ લૌકિક વિષયના ગ્રંથ બને છે, તે પણ શું શ્રત કહેવાય ?
ઉ૦ –- અવશ્ય, તે શ્રુત કહેવાય. - પ્રવ –– તો તે પછી એ પણ શ્રતજ્ઞાન હોવાથી મોક્ષને માટે ઉપયોગી થઈ શકે? - ઉ૦ – મેક્ષમાં ઉપયોગી થવું અગર ન થવું એ કઈ શાસ્ત્રનો નિયત સ્વભાવ નથી; પણ એનો આધાર અધિકારીની યોગ્યતા ઉપર છે. જે અધિકારી યોગ્ય અને મુમુક્ષુ હોય, તો લૌકિક શાસ્ત્રોને પણ મોક્ષ માટે ઉપયોગી બનાવી શકે
૧. પ્રત્યેકબુદ્ધ આદિ ઋષિઓએ કહેલું હોય છે તે ઋષિભાષિત. જેમ કે, ઉત્તરાધ્યયનનું આઠમું કપિલીય અધ્યયન વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org