________________
અધ્યાય ૧-સૂત્ર ૧૮-૧૯
૩૯
થાય છે, કે આ શું છે? એ જ સામાન્ય જ્ઞાન છે કે જે પહેલવહેલુ શબ્દને સ્ફુટ રીતે જાણે છે. ત્યાર પછી વિશેષ જ્ઞાનને ક્રમ શરૂ થાય છે. જેમ થાડાક સમય સુધી પાણીનાં ટીપાં પડવાથી જ તે રૂક્ષ શરાવ ધીમે ધીમે ભીનુ થાય છે અને એમાં પાણી દેખાવા લાગે છે, તેમ જ કેટલાક સમય સુધી શબ્દપુદ્ગલાના સયાગ રહેતા હેાવાથી તે ઊંઘતા માણસના કાન ભરાઈ જવાને લીધે એ શબ્દોને સામાન્ય રૂપે જાણે છે અને પછી શબ્દોની વિશેષતાઓને જાણે છે. જો કે આ ક્રમ ઊંધતાની માફક જાગતા માણસને માટે પણ લાગુ પડે છે તે પણ તે એટલા શીઘ્રભાવી હોય છે કે સાધારણ લોકોના ધ્યાનમાં તે મુશ્કેલીથી આવે છે. આથી શરાવની સાથે ધૃતાનું સામ્ય બતાવ્યું છે.
પટુક્રમિક જ્ઞાનધારા માટે અરીસાનું દૃષ્ટાંત ઠીક છે. અરીસાની સામે કાઈ વસ્તુ આવે કે તુરત જ એમાં એનુ પ્રતિબિંબ પડી જાય છે અને તે દેખાય છે. આને માટે અરીસાની સાથે પ્રતિબિંબિત વસ્તુના સાક્ષાત્ સયાગની જરૂર રહેતી નથી, જેમ કાનની સાથે શબ્દોને સાક્ષાત્ સ ંચાગની જરૂર હાય છે. ફક્ત પ્રતિબિંબગ્રાહી દર્પણ અને પ્રતિબિંબિત થનારી વસ્તુનું યાગ્ય સ્થળમાં સન્નિધાન આવશ્યક છે; આવુ સન્નિધાન થતાં જ પ્રતિબિંબ પડી જાય છે અને તે તુરત જ દેખાય છે. આ રીતે આંખની આગળ કાઈ રંગવાળી વસ્તુ આવી કે તુરત જ સામાન્ય રૂપે દેખાય છે. આને માટે નેત્ર અને એ વસ્તુના સંયોગ અપેક્ષિત નથી, જેવી રીતે કાન અને શબ્દોને સયાગ અપેક્ષિત છે. ફક્ત દણુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org