________________
૯
તસ્વાર્થ સૂત્ર દાન્તઃ મંદક્રમની જ્ઞાનધારાના આવિર્ભાવને માટે ઇન્દ્રિય અને વિષયના સંગની અપેક્ષા છે. એને સ્પષ્ટતાથી સમજવાને માટે શરાવ અર્થાત્ શકરાનું દષ્ટાંત ઉપયોગી છે. જેમ ભઠ્ઠીમાંથી તરત બહાર કાઢેલા અતિશય રૂક્ષ શરાવમાં પાણીનું એક ટીપું નાંખ્યું હોય, તો તે શરાવ તુરત જ તેને શેકી લે છે અને તે એટલે સુધી કે તેનું કાંઈ નામનિશાન રહેતુ નથી. આ રીતે પછી પણ એક એક કરી નાંખેલાં અનેક પાણીનાં ટીપાંઓને એ શરાવ શોષી લે છે. પરંતુ અંતમાં એ સમય આવે છે કે જ્યારે તે પાણીનાં ટીપાંઓને શષવામાં અસમર્થ થાય છે અને એનાથી ભીંજાઈ જાય છે. ત્યારે એમાં નાંખેલાં જલકણ સમૂહ રૂપે એકઠાં થઈ દેખાવા લાગે છે. શરાવની ભીનાશ પહેલવહેલી જ્યારે માલૂમ પડે છે તે પહેલાં પણ શરાવમાં પાણી હતું. પરંતુ એણે પાણીને એવી રીતે શોષી લીધુ હતું કે એમાં પાણી તદ્દન સમાઈ ગયું હોઈ એ પાણી આંખે જોઈ શકાય એવું ન હતું, પરંતુ તે શરાવમાં અવશ્ય હતું. જ્યારે પાણીનું પ્રમાણ વધ્યું અને શરાવની શેષવાની શક્તિ ઓછી થઈ ત્યારે ભીનાશ દેખાવા લાગી અને પછી અંદર નહિ શેષાયેલું પાણી એના ઉપરના તળમાં એકઠું થઈ દેખાવા લાગ્યું. એવી જ રીતે કોઈ ઊંઘતા માણસને ઘાંટા પાડવામાં આવે ત્યારે તે શબ્દ એના કાનમાં સમાઈ જાય છે. બે ચાર વાર બૂમ મારવાથી એના કાનમાં જ્યારે પૌલિક શબ્દો પૂરતા પ્રમાણમાં ભરાઈ જાય છે, ત્યારે પાણીનાં ટીપાંઓથી પ્રથમ પ્રથમ ભીના થતા શરાવની માફક ઊંઘતા માણસને કાન પણ શબ્દોથી પરિપૂરિત થઈ એ શબ્દોને સામાન્ય રૂપે જાણવામાં સમર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org