________________
અધ્યાય ૧-સૂત્ર ૧૮-૧૯ અને ધારણા રૂપે ત્રણ વિભાગમાં બતાવ્યો છે. એ બાબત ભૂલવી ન જોઈએ કે આ મંદિક્રમમાં જે ઉપકરણે દ્રિય અને વિષયના સંયોગની અપેક્ષા બતાવી છે, તે વ્યંજનાવગ્રહના અંતિમ અંશ અર્થાવગ્રહ સુધી જ છે. તેની પછી ઈહા, અવાય આદિ જ્ઞાનવ્યાપારમાં એ સંગ અનિવાર્યરૂપે અપેક્ષિત નથી; કેમ કે એ જ્ઞાનવ્યાપારની પ્રવૃત્તિ વિશેષની તરફ થતી હોવાથી તે સમયે માનસિક અવધાનની પ્રધાનતા હોય છે. આ કારણથી અવધારણયુક્ત વ્યાખ્યાન કરી આ સૂત્રના અર્થમાં એમ કહ્યું છે કે વ્યંજનને અવગ્રહ જ થાય છે અર્થાત અવગ્રહ – અવ્યક્તજ્ઞાન – સુધીમાં જ એ વ્યંજનની અપેક્ષા છે, ઈહા આદિમાં નહિ.
પટુક્રમમાં ઉપકરણેદ્રિય અને વિષયના સંગની અપેક્ષા નથી. દૂર, પૂરતર હોવા છતાં પણ યોગ્ય સન્નિધાન માત્રથી ઈદ્રિય એ વિષયને ગ્રહણ કરી લે છે અને ગ્રહણ થતાં જ એ વિષયનું એ ઇંદ્રિય દ્વારા શરૂઆતમાં જ અર્થાવગ્રહરૂપ સામાન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેની પછી ક્રમપૂર્વક ઈહિ, અવાય આદિ જ્ઞાનવ્યાપાર પૂર્વોક્ત મંદક્રમની માફક પ્રવૃત્ત થાય છે. સારાંશ એ છે કે, પટુક્રમમાં ઈદ્રિયની સાથે ગ્રાહ્ય વિષયનો સંયોગ થયા વિના જ જ્ઞાનધારાને આવિર્ભાવ થાય છે, જેને પ્રથમ અંશ અથવગ્રહ અને અંતિમ અંશ સ્મૃતિ રૂપ ધારણા છે. એનાથી ઊલટું મંદક્રમમાં ઈદ્રિયની સાથે ગ્રાહ્ય વિષયને સંગ થયા પછી જ જ્ઞાનધારાનો આવિર્ભાવ થાય છે. જેને પ્રથમ અંશ અવ્યક્તતમ અને અવ્યક્તતર રૂપ વ્યંજનાવગ્રહ નામનું જ્ઞાન છે, બીજો અંશ અર્થાવગ્રહ રૂપ જ્ઞાન છે અને છેવટનો અંશ સ્મૃતિરૂપ ધારણું જ્ઞાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org