________________
અને અદ્ભુત રીતે સામ્ય ધરાવે છે. એ સામ્ય ભિન્ન ભિન્ન શાખાઓમાં વહેંચાયેલા, જુદી જુદી પરિભાષાઓમાં ઘડાયેલા અને તે તે શાખાઓમાં ઓછોવત્તો વિકાસ પામેલા છતાં અસલમાં એક જ એવા આર્ય જાતિના આચારવારસાનું ભાન કરાવે છે.
ચારિત્રમીમાંસાની મુખ્ય બાબતો અગિયાર છે:
છઠ્ઠો અધ્યાયઃ ૧. આસવનું સ્વરૂપ, તેના પ્રકારો અને કઈ કઈ જાતના આગ્નવસેવનથી ક્યાં ક્યાં કર્મો બંધાય છે તેનું વર્ણન.
સાતમે અધ્યાયઃ ૨. વ્રતનું સ્વરૂપ, વ્રત લેનાર અધિકારીઓના પ્રકારો અને વ્રતની સ્થિરતાના માર્ગો, ૩. હિંસા આદિ દોષનું સ્વરૂપ. ૪. વ્રતમાં સંભવતા દે. ૫. દાનનું સ્વરૂપ અને તેના તારતમ્યના હેતુઓ.
આઠમે અધ્યાયઃ ૬ કર્મબંધના મૂળ હેતુઓ અને કર્મબંધના પ્રકારે.
નવમે અધ્યાયઃ ૭. સંવર અને તેના વિવિધ ઉપાય અને તેના ભેદ-પ્રભેદો. ૮. નિર્જરા અને તેનો ઉપાય. ૯. જુદા જુદા અધિકારવાળા સાધકે અને તેમની મર્યાદાનું તારતમ્ય.
દશમે અધ્યાય : ૧૦. કેવળજ્ઞાનના હેતુઓ અને મેક્ષનું સ્વરૂપ. ૧૧. મુક્તિ મેળવનાર આત્માની કઈ રીતે ક્યાં ગતિ થાય છે, તેનું વર્ણન.
સરખામણીઃ તત્ત્વાર્થની ચારિત્રમીમાંસા પ્રવચનસારના ચારિત્રવર્ણનથી જુદી પડે છે. કેમકે, એમાં તત્ત્વાર્થની પેઠે આસવ, સંવર આદિ તોની ચર્ચા નથી; એમાં તે ફક્ત સાધુની દશાનું અને તે પણ દિગંબર સાધુને ખાસ લાગુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org