________________
૩ર
તત્ત્વાર્થસૂત્ર
એ પ્રકારે સ્પર્શીને નિશ્ચિત રૂપે જાણવાવાળાં ઉક્ત ચારે જ્ઞાન નિશ્ચિતગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે. અને ચ ંદન તથા ફૂલ બન્નેના સ્પર્શે શીતળ હાવાથી આ ચંદનના સ્પર્શી છે કે ફૂલના એવા વિશેષની અનુપલબ્ધિથી થતાં સદેહયુક્ત ચારે જ્ઞાન અનિશ્ચિતગ્રહી અવગ્રહ આદિ કહેવાય છે.
‘ધ્રુવ'ના અર્થ અવશ્યંભાવી; અને અધ્રુવ’। અ કદાચિદ્ભાવી સમજવા. ઇંદ્રિય અને વિષયના સંબંધ તથા મનેયાગ રૂપ સામગ્રી સમાન હેાવા છતાં પણ એક મનુષ્ય એ વિષયને અવશ્ય જાણી લે છે, જ્યારે બીજો કદાચિત્ જાણે છે અને કદાચિત્ નહિ. સામગ્રી પ્રાપ્ત થયે વિષયને અવશ્ય જાણનારાં ઉક્ત ચારે જ્ઞાન ધ્રુવગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે. જ્યારે સામગ્રી હોવા છતાં પણ ક્ષયાપશમની મંદતાને લીધે વિષયને કાઈક વાર ગ્રહણ કરે અને કઈક વાર ગ્રહણ ન કરે એવાં ઉક્ત ચારે નાન અવગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે.
પ્ર—ઉપરના બાર ભેદ્યમાંથી કેટલા વિષયની વિવિધતાને લીધે અને કેટલા ક્ષયેાપશમની પટુતા-મંદતારૂપ વિવિધતાને લીધે થાય છે?
.
શ્વેતાંબરીય ગ્ર ંથેામાં નત્રિમાં અòિષ્ણ' એવા જ ફક્ત એક પાઠ છે. એનેા અથ ઉપર લખ્યા પ્રમાણે જ એની ટીકામાં છે. બ્રુ પૃ. ૧૮૩, પર`તુ તવા ભાષ્યની વૃત્તિમાં અનુક્ત · પાઠ પણ આપ્યા છે, એના અથ પૂર્વોક્ત રાજવાત્તિક પ્રમાણે છે. પરંતુ વૃત્તિકારે લખ્યુ છે કે, ‘અનુક્ત' પાઠ રાખવાથી એ ફક્ત શબ્દવિષયક અવગ્રહ આદિમાં જ લાગુ પડશે; સ્પવિષયક અવગ્રહ આદિમાં નહિ. એ અપૂર્ણતાને લીધે અન્ય આચાર્યાએ ‘અસંદિગ્ધ પાઠ રાખ્યા છે. જીએ તત્ત્વા ભાષ્યવૃત્તિ પૃ. ૫૮,
Jain Education International
<
For Private & Personal Use Only
www.jainelibrary.org