________________
અધ્યાય ૧-સૂત્ર ૧૬
૩૧ અનિશ્રિતને અર્થ લિંગ દ્વારા અપ્રમિત અર્થાત હેતુ દ્વારા અનિષ્ણુત વસ્તુ સમજ; અને “નિશ્રિત ને અર્થ લિંગપ્રમિત વસ્તુ સમજ. જેમ કે, પૂર્વમાં અનુભવેલ શીત, કોમળ અને સુકુમાર સ્પર્શરૂપલિંગથી વર્તમાનમાં જૂઈનાં ફૂલોને જાણવાવાળાં ઉક્ત ચારે જ્ઞાન ક્રમથી નિશ્રિતગ્રાહી
સલિંગગ્રાહી અવગ્રહ આદિ, અને એ લિંગ સિવાય જ તે ફૂલોને જાણવાવાળાં જ્ઞાન ક્રમે અનિશ્રિતગ્રાહી – અલિંગગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે.
'અસંદિગ્ધને અર્થ નિશ્ચિત અને સંદિગ્ધને અર્થ અનિશ્ચિત છે. જેમ કે, આ ચંદનનો સ્પર્શ છે, ફૂલનો નહિ.
૧. અનિશ્રિત અને નિશ્રિત શબ્દને જે અર્થ ઉપર આપે છે તે નંદિસૂત્રની ટીકામાં પણ છે, પરંતુ એ સિવાય બીજો અર્થ પણ એ ટીકામાં શ્રીમલયગિરિએ બતાવ્યું છે: પરધર્મોથી મિશ્રિત ગ્રહણ તે નિશ્ચિત કરું અને પરધર્મોથી અમિશ્રિત ગ્રહણ તે નિશ્ચિત સવંદ છે. જુઓ પૃ. ૧૮૩, આગોદય સમિતિ દ્વારા પ્રકાશિત.
“નિઃસૃત' દિ૫૦. તે પ્રમાણે એમાં એ અથ કરેલો છે કે, સંપૂર્ણ રીતે આવિર્ભત નહિ એવાં પુદ્ગલોનું ગ્રહણ “સાનઃસૃતાવઘટ્ટ અને સંપૂર્ણ રીતે આવિર્ભત પુદ્ગલોનું ગ્રહણ નાતાવપ્રદ છે. જુઓ આ સૂત્ર ઉપર રાજવાસ્તિક નં. ૧૫.
૨. “અનુવત’ દિ૦૫૦. તે પ્રમાણે એમાં એવો અર્થ કર્યો છે કે વક્તાના મુખમાંથી એક જ વર્ણ નીકળતાં વેંત એ પૂર્ણ અનુચ્ચરિત શબ્દને માત્ર અભિપ્રાયથી જાણી લે કે “તમે અમુક શબ્દ બેલવાના છો” આ જાતને અવગ્રહ તે અનુક્તાવગ્રહ અથવા સ્વરનું સંચારણું કર્યા પહેલાં જ વણા આદિ વાજિંત્રની ઠણક માત્રથી જાણી લેવું કે ‘તમે અમુક સ્વર વગાડવાના છો? આ અનુક્તાવગ્રહ. આનાથી વિપરીત તે ઉક્તાવગ્રહ. જુઓ આ જ સૂત્રનું રાજવાસ્તિક નં. ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org