________________
તરવાથસૂત્ર બહને અર્થ અનેક અને “અલ્પ નો અર્થ એક સમજવો. જેમ કે, બે અથવા બેથી અધિક પુસ્તકોને જાણતાં અવગ્રહ, ઈહા આદિ ચારે ક્રમભાવી મતિજ્ઞાને અનુક્રમે બહુગ્રાહી અવગ્રહ, બહુગ્રહિણી ઈહા, બહુગ્રાહી અવાય અને બહુગ્રહિણી ધારણ કહેવાય; અને એક પુસ્તકને જાણતાં અવગ્રહ આદિ અલ્પગ્રાહી અવગ્રહ, અપગ્રાહિણી ઈહા, અલ્પગ્રાહી અવાય, અને અલ્પગ્રાહિણું ધારણ કહેવાય છે.
બહુવિધ અર્થ અનેક પ્રકાર અને “એકવિધ ને અર્થ એક પ્રકાર સમજવો. જેમ કે, આકાર, પ્રકાર, રૂપ, રંગ તથા જાડાઈ આદિમાં વિવિધતાવાળાં પુસ્તકોને જાણતાં ઉક્ત ચારે જ્ઞાન ક્રમથી બહુવિધગ્રાહી અવગ્રહ, બહુવિધગ્રાહિણી ઈહિ, બહુવિધગ્રાહી અવાય અને બહુવિધગ્રાહિણી ધારણા કહેવાય છે. તે જ રીતે આકાર, પ્રકાર, રૂપ, રંગ તથા જાડાઈ આદિમાં એક જ જાતનાં પુસ્તકને જાણવાવાળા જ્ઞાને એકવિધગ્રાહી અવગ્રહ, એકવિધગ્રાહિણી ઈહા આદિ કહેવાય છે. બહુ તથા અલ્પનો અર્થ વ્યક્તિની સંખ્યા સમજ અને બહુવિધ તથા એકવિધ અર્થ, પ્રકાર, કિસમ અથવા જાતિની સંખ્યા સમજવો. બંનેમાં એ જ તફાવત છે.
શીઘ્ર જાણતાં ચાર મતિજ્ઞાન “શીઘગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે, અને વિલંબથી જાણતાં એ ચિરગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે. એ તે અનુભવની વાત છે કે ઈદ્રિય, વિષય આદિ બધી બાહ્ય સામગ્રી બરાબર હોવા છતાં પણ ફક્ત પશમની પટુતાને લીધે એક મનુષ્ય એ વિષયનું જ્ઞાન જલદી કરી લે છે, જ્યારે ક્ષપશમની મંદતાને લીધે બીજે માણસ તે જ વિષયનું જ્ઞાન વિલંબથી કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org