________________
- તવાથસૂત્ર હેતું નથી. જેમ કે નેત્રને વિષય રૂ૫ અને સંસ્થાન – આકાર – આદિ છે કે જે પુગલ દ્રવ્યના અમુક મર્યા છે. નેત્ર આમ્રફલ આદિને ગ્રહણ કરે છે એનો ભાવાર્થ એટલે જ છે કે, તે આમ્રફલના રૂપ તથા આકારવિશેષને જાણે છે. રૂપ અને આકારવિશેષ, કેરીથી જુદા નથી; આથી સ્કૂલ દૃષ્ટિએ એમ કહી શકાય કે આંખથી કેરી દેખાઈ. પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આખે આખી કેરીનું ગ્રહણ કર્યું નથી. કેમ કે કેરીમાં તે રૂ૫ અને સંસ્થાન ઉપરાંત સ્પર્શ, રસ, ગંધ આદિ અનેક પર્યા છે; જે જાણવા નેત્ર અસમર્થ છે. તેમ જ સ્પર્શન, રસન અને ઘાણ ઈદ્રિય
જ્યારે ગરમ ગરમ જલેબી આદિ વસ્તુનું ગ્રહણ કરે છે, ત્યારે તે ક્રમથી તે વસ્તુના ઉષ્ણ સ્પર્શ, મધુર રસ અને સુગંધ રૂપ પર્યાને જ જાણે છે. કોઈ પણ એક ઈદ્રિય એક વસ્તુના સંપૂર્ણ પર્યાને જાણી શકતી નથી. કાન પણ ભાષાત્મક પુદ્ગલના ધ્વનિરૂપ પર્યાને જ ગ્રહણ કરે છે, બીજા નહિ. મને પણ કોઈ વિષયના અમુક અંશનો જ વિચાર કરે છે; એકસાથે સંપૂર્ણ અંશોને વિચાર કરવામાં તે અસમર્થ છે. આથી એમ સાબિત થાય છે કે ઈદ્રિયજન્ય અને મને જન્ય, અવગ્રહ ઈહા આદિ ચારે જ્ઞાન પર્યાયને જ મુખ્યપણે વિષય કરે છે અને દ્રવ્યને એ પર્યાય દ્વારા જ જાણે છે.
પ્ર. - પૂર્વસૂત્ર અને આ સૂત્ર વચ્ચે શું સંબંધ છે?
ઉ૦ – આ સૂત્ર સામાન્યનું વર્ણન કરે છે અને પૂર્વસૂત્ર વિશેષનું. અર્થાત આ સૂત્રમાં પર્યાય અથવા દ્રવ્ય રૂ૫ વસ્તુને અવગ્રહ આદિ જ્ઞાનના વિષય તરીકે જે સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org