________________
તત્ત્વાર્થ સૂત્ર
પ્ર૦— આસ્રવથી લઈ મેાક્ષ સુધીનાં પાંચ તત્ત્વા જીવ અજીવની જેમ સ્વતંત્ર નથી તેમ જ અનાદિ અનંત પણ નથી. પણ તે જીવ અથવા અવની યથાસંભવ અમુક અમુક અવસ્થારૂપ છે. તે પછી તેમની, જીવ અવની સાથે તત્ત્વ તરીકે કેમ ગણતરી કરી ?
૧૨
૩. — વસ્તુસ્થિતિ એવી જ છે. અર્થાત્ અહીંયાં તત્ત્વ શબ્દના અર્થ અનાદિ—અનંત અને સ્વતંત્ર ‘ભાવ’ નથી, કિન્તુ મેાક્ષપ્રાપ્તિમાં ઉપયોગી થાય એવું ‘જ્ઞેય’ એવે છે. આ શાસ્ત્રના મુખ્ય વિષય મેાક્ષ હાવાથી મેાક્ષના જિજ્ઞાસુએ માટે જે વસ્તુઓનું જ્ઞાન અત્યંત આવશ્યક છે, એ જ વસ્તુએને અહીંયાં તત્ત્વ તરીકે ગણાવી છે. મેાક્ષ તેા મુખ્ય સાધ્ય જ રહ્યુ એટલે એને તથા એના કારણને જાણ્યા વિના મોક્ષમાર્ગમાં મુમુક્ષુની પ્રવૃત્તિ જ થઈ શકતી નથી. એ રીતે જો મુમુક્ષુ મેક્ષનાં વિરાધી તત્ત્વનું અને એ વિરેધી તત્ત્વાનાં કારણાનું સ્વરૂપ ન જાણે, તેપણ પેાતાના માર્ગમાં તે અસ્ખલિત પ્રવૃત્તિ કરી શકે નહિ. અને એ તે મુમુક્ષુને સૌથી પહેલું જ જાણી લેવુ પડે છે કે, હું જો મેાક્ષના અધિ કારી તે મારામાં જણાતું સામાન્ય સ્વરૂપ કોનામાં છે અને કાનામાં નથી. આ જ્ઞાનની પૂર્તિ માટે સાત તત્ત્વાનુ કથન છે. જીવ તત્ત્વના કથનથી મેાક્ષના અધિકારીના નિર્દેશ થાય છે. અજીવ તત્ત્વથી એમ સૂચિત થાય છે કે, જગતમાં એક એવુ પણ તત્ત્વ છે, જે જડ હોવાથી મેાક્ષમાના ઉપદેશનું અધિકારી નથી. બંધ તત્ત્વથી મેાક્ષને વિરાધી ભાવ અને આસ્રવ તત્ત્વથી એ વિરાધી ભાવનું કારણ બતાવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org