________________
અધ્યાય ૧ સૂત્ર ૯ બે ભાવે પણ છે – ઔદયિક અને પરિણામિક. આ ભાવોમાં સમ્યક્ત્વ હેતું નથી. અર્થાત દર્શનમોહનીયની ઉદયાવસ્થામાં સમ્યકત્વને આવિર્ભાવ થઈ શકતું નથી. એવી જ રીતે સમ્યકત્વ અનાદિકાળથી છવત્વની પેઠે અનાવૃત અવસ્થામાં પ્રાપ્ત થતું ન હોવાથી પારિણામિક એટલે કે સ્વાભાવિક પણ નથી. ૧૪. અત્યવદુત્વ–ઓછાવત્તાપણું. પૂર્વોક્ત ત્રણ પ્રકારના સમ્યક્ત્વમાં પથમિક સમ્યકત્વ સૌથી ઓછું છે, કેમ કે એવા સમ્યકત્વવાળા જીવ અન્ય પ્રકારના સમ્યક્ત્વવાળા જીવોથી હંમેશાં થોડા જ મળી આવે છે. ઓપશમિક સમ્યકત્વથી સાપથમિક સમ્યકત્વ અસંખ્યાતગણું અને ક્ષાપથમિક સમ્યક્ત્વથી ક્ષાયિક સમ્યકત્વ અનંતગણું છે. ક્ષાયિક સમ્યકત્વ અનંતગણું હોવાનું કારણ એ છે કે એ સમ્યક્ત્વ સમસ્ત મુક્ત જીવોમાં હોય છે, અને મુક્ત છો અનંત છે. [ ૭-૮ ]
હવે સમ્યજ્ઞાનના ભેદ કહે છે: मतिश्रुतावधिमनःपर्यायकेवलानि ज्ञानम् [९]
મતિ, શ્રત, અવધિ, મનઃપર્યાય અને કેવલ એ પાંચ જ્ઞાન છે.
જેમ સમ્યગ્દર્શનનું લક્ષણ સૂત્રમાં બતાવ્યું છે તેમ સમ્યજ્ઞાનનું લક્ષણ બતાવ્યું નથી. તે એટલા માટે કે સમ્યગ્દર્શનનું લક્ષણ જાણે લીધા પછી સમ્યજ્ઞાનનું લક્ષણ નયને ઉદય નથી. તેમ છતાં ઔપશમિક કરતાં ક્ષાપશમિકની સ્થિતિ ઘણી લાંબી છે; એટલે એને એ અપેક્ષાએ વિશુદ્ધ પણ કહી શકાય.
Jain Education International
onal
For Private & Personal Use Only
www.jainelibrary.org