________________
અધ્યાય ૧- સૂત્ર ૮ એટલો તફાવત અવશ્ય હોવાનો કે એક સમ્યક્ત્વી જીવના ક્ષેત્ર કરતાં અનંત જીવોનું ક્ષેત્ર પ્રમાણમાં મોટું હશે કેમ કે લેકનો અસંખ્યાતમે ભાગ પણ તરતમભાવથી અસંખ્યાત પ્રકારને છે. ૧૦. સ્પીન - નિવાસસ્થાનરૂપ આકાશના ચારે બાજુના પ્રદેશને અડકવું એ જ સ્પર્શન છે. ક્ષેત્રમાં ફક્ત આધારભૂત આકાશ જ લેવાય છે, અને સ્પર્શનમાં આધારક્ષેત્રના ચારે બાજુના આકાશપ્રદેશ જેને અડકીને આધેય રહેલું હોય તે પણ લેવાય છે. આ જ ક્ષેત્ર અને સ્પર્શનો તફાવત છે. સમ્યગૂદર્શનનું સ્પર્શ સ્થાન પણ લેકને અસંખ્યાતમે ભાગ જ સમજ જોઈએ. પરંતુ આ ભાગ એના ક્ષેત્ર કરતાં કાંઈક મેટો હોવાને, કેમ કે એમાં ક્ષેત્રભૂત આકાશના પર્યતવત પ્રદેશે પણ આવી જાય છે. ૧૧. 10 – સમય એક જીવની અપેક્ષા એ સમ્યગ્દર્શનને કાળ વિચારીએ તે તે સાદિ સાન્ત અથવા સાદિ અનંત થાય, પણ બધા જીની અપેક્ષાએ તે અનાદિ અનંત સમજવો જોઈએ; કેમ કે ભૂતકાળનો એ કઈ પણ ભાગ નથી કે જેમાં સમ્યફવી બિલકુલ ન હોય. ભવિષ્યકાળના વિષયમાં પણ એ જ બાબત છે. તાત્પર્ય કે અનાદિ કાળથી સમ્યગ્દર્શનના આવિર્ભાવ ક્રમ ચાલુ છે, જે અનંતકાળ સુધી ચાલતો જ રહેશે. ૧૨. સત્તર – વિરહકાળ. એક જીવને લઈને સમ્યગ્દર્શનના વિરહકાળને વિચાર કરીએ તો તે જઘન્ય અંતર્મુહૂર્તન અને ઉત્કૃષ્ટ
૧. નવ સમયથી માંડી બે ઘડી - ૪૮ મિનિટ– માં એક સમય ઓછો હોય ત્યાં સુધીના વખતને અંતમુહુત કહે છે. નવ સમય એ જધન્ય અંતમુહૂર્ત, અને એક સમય ઓછી બે ઘડી એ ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. વચલા બધા સમયે મધ્યમ અંતમુહૂર્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org