________________
૧૮
તવાથસૂત્ર બીજે જીવ હેય પણ એનું અધિકરણ તે કોઈ સ્થાન અથવા શરીર જ કહેવાય. ૫. રિથતિ – કાળમર્યાદા. સમ્યગ્ગદર્શનની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાદિ અનંત છે. ત્રણે પ્રકારનાં સમ્યફ અમુક સમયમાં ઉત્પન્ન થાય છે એથી એ “સાદિ એટલે કે પૂર્વ અવધિવાળાં છે. પરંતુ ઉત્પન્ન થયેલું પણ ઔપશમિક અને ક્ષાયોપથમિક સમ્યક્ત્વ કાયમ રહેતું નથી તેથી એ બને તો સાંત એટલે કે ઉત્તર અવધિવાળાં પણ હોય છે; પરંતુ ક્ષાયિક સમ્યક્ત્વ ઉત્પન્ન થયા પછી નષ્ટ જ થતું નથી તેથી તે અનંત છે. આ અપેક્ષાએ સામાન્ય રીતે સમ્યગદર્શનને સાદિ સાન્ત અને સાદિ અનંત સમજવું જોઈએ. ૬. વિધાન – પ્રકાર. સમ્યકત્વના ઔપશમિક, ક્ષાપશમિક અને ક્ષાયિક એવા ત્રણ પ્રકાર છે. ૭. સત્ત – સત્તા. જો કે સમ્યક્ત્વ ગુણ સત્તારૂપથી બધા જીવોમાં હયાત છે તો પણ એનો આવિર્ભાવ ફક્ત ભવ્ય જીવોમાં જ થઈ શકે છે, અભવ્યોમાં નહિ. ૮. સંસ્થા –સમ્યક્ત્વની સંખ્યાનો આધાર એને પ્રાપ્ત કરનારાઓની સંખ્યા ઉપર છે. આજ સુધીમાં અનંત જીવોને સમ્યક્ત્વનો લાભ થયે છે અને આગળ પણ અનંત જીવો એને પ્રાપ્ત કરશે. આ દૃષ્ટિથી સમ્યગદર્શન, સંખ્યામાં અનંત છે. ૯. ક્ષેત્ર- લોકાકાશ. સમ્યગદર્શનનું ક્ષેત્ર સંપૂર્ણ કાકાશ નથી કિન્તુ એનો અસંખ્યાતમે ભાગ છે. સમ્યગદર્શનવાળા એક જીવને લઈ અથવા અનંત જીવને લઈ વિચાર કરીએ તે પણ સામાન્યરૂપથી સમ્યગ્દર્શનનું ક્ષેત્ર લેકનો અસંખ્યાત ભાગ જ સમજવો જોઈએ, કેમ કે બધાય સમ્યગુદર્શનવાળા જીવોનું નિવાસક્ષેત્ર પણ લેકનો અસંખ્યાત ભાગ જ છે. હા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org