________________
તત્વાર્થસૂત્ર
પ્રમાણ એ અનેક નેને સમૂહ છે. કેમ કે નય, વસ્તુને એક દૃષ્ટિએ ગ્રહણ કરે છે અને પ્રમાણ એને અનેક દષ્ટિઓથી ગ્રહણ કરે છે. [૬]
હવે તના વિસ્તૃત જ્ઞાનને માટે કેટલાંક વિચારણા દ્વારનું કથન કરે છે: निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः । ७। सत्संख्याक्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च ।८।
નિદેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાનથી તથા —
સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પબત્વથી સમ્યગ્દર્શનાદિ વિષયનું જ્ઞાન થાય છે.
નાનો કે મોટો કોઈ પણ જિજ્ઞાસુ જ્યારે તે પહેલવહેલે કઈ વિમાન કે બીજી એવી નવી વસ્તુ જુએ છે અને એનું નામ સાંભળે છે, ત્યારે એની જિજ્ઞાસાવૃત્તિ જાગી ઊઠે છે. અને એથી તે પૂર્વે નહિ જોયેલી અથવા નહિ સાંભળેલી વસ્તુના સંબંધમાં અનેક પ્રશ્ન કરવા લાગી જાય છે.
૧. કઈ પણ વસ્તુમાં પ્રવેશ કરે એટલે તેની માહિતી મેળવવી અગર વિચારણું કરવી. એમ કરવાનું મુખ્ય સાધન તે વસ્તુ વિષે વિવિધ પ્રશ્નો કરવા એ છે. પ્રશ્નને ખુલાસે મળે તે પ્રમાણમાં વસ્તુમાં પ્રવેશ કર્યો ગણાય. તેથી પ્રશ્નો એ જ વસ્તુમાં પ્રવેશ કરવાનાં અર્થાત્ વિચારણું મારફત તેમાં ઊંડા ઊતરવાનાં દ્વારે છે, તેથી વિચારણા-દ્વાર એટલે પ્રશ્નો એમ સમજવું. શાસ્ત્રોમાં તેમને અનુગદ્વાર કહ્યાં છે. અનુગ એટલે વ્યાખ્યા કે વિવરણ, તેના દ્વારે એટલે તે તે પ્રશ્નો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org