________________
૨ર,
તિવાથચત્ર . અનાયાસે જાણી શકાય છે. તે આ રીતેઃ છવ કેઈક વાર સમ્યગ્દર્શનરહિત હોય છે, પણ જ્ઞાનરહિત હોતો નથી, કોઈને કોઈ પ્રકારનું જ્ઞાન એનામાં અવશ્ય હોય છે. એ જ જ્ઞાન સમ્યકત્વને આવિર્ભાવ થતાં જ સમ્યજ્ઞાન કહેવાય છે. સમ્યજ્ઞાન અને અસમ્યજ્ઞાનને તફાવત એ છે કે પહેલું સમ્યકત્વસહચરિત છે, જ્યારે બીજુ સમ્યક્ત્વરહિત એટલે મિથ્યાત્વસહચરિત છે. - પ્રવ –સમ્યકત્વને એવું તે શું પ્રભાવ છે કે એ ન હોય ત્યારે જ્ઞાન ગમે તેટલું અધિક અને અબ્રાન્ત હેય છતાં તે અસમ્યજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન કહેવાય છે? અને જ્ઞાન થોડું, અસ્પષ્ટ અને ભ્રમાત્મક હોય છતાં સમ્યકત્વ પ્રગટ થતાં જ તે સમ્યજ્ઞાન કહેવાય છે ?
ઉ૦–આ અધ્યાત્મશાસ્ત્ર છે એટલા માટે એમાં સમ્યજ્ઞાન-અસમ્યગ્નાનને વિવેક આધ્યાત્મિક દૃષ્ટિથી કરવામાં આવે છે; પ્રમાણશાસ્ત્રની માફક વિષયની દૃષ્ટિથી કરવામાં આવતું નથી. ન્યાયશાસ્ત્રમાં જે જ્ઞાનને વિષય યથાર્થ હોય તે જ સમ્યજ્ઞાન – પ્રમાણ, અને જેને વિષય અયથાર્થ હેય તે જ અસમ્યજ્ઞાન – પ્રમાણમાસ કહેવાય છે. પરંતુ આ આધ્યાત્મિક શાસ્ત્રમાં પ્રમાણુશાસ્ત્રને સંમત સમ્યમ્ અસમ્ય જ્ઞાનનો એ વિભાગ માન્ય હોવા છતાં પણ ગૌણ છે. અહીંયાં જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્ક્રાનિત થાય તે સવજ્ઞાન અને જેનાથી સંસારવૃદ્ધિ અથવા આધ્યાત્મિક પતન થાય એ જ સચીન, એ દષ્ટિ મુખ્ય છે. એ પણ સંભવ છે કે સામગ્રી ઓછી હોવાને કારણે સમ્યકત્વી જીવને કેઈક વાર કાઈક વિષયમાં સંશય પણ થાય, ભ્રમ પણ થાય, અસ્પષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org