________________
અધ્યાય ૧- સૂત્ર ૧૩
મતિજ્ઞાનને કઈ કઈ સ્થાને પ્રત્યક્ષ કહ્યું છે; તે પૂર્વોક્ત ન્યાયશાસ્ત્રના લક્ષણ પ્રમાણે લૌકિક દૃષ્ટિને લઈ સમજવું. [૧૦ – ૧૨]
હવે મતિજ્ઞાનના સમાનાર્થક શબ્દો કહે છે? मतिःस्मृतिः संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरम्
! રૂ. મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા, અભિનિબંધ એ શબ્દો પર્યાય – એકાÁવાચક છે.
પ્રહ – કયા જ્ઞાનને મતિજ્ઞાન કહે છે? ઉ૦ – જે જ્ઞાન વર્તમાનવિષયક હોય તેને.
પ્ર– શું સ્મૃતિ, સંજ્ઞા અને ચિન્તા પણ વર્તમાન વિષયક જ છે?
ઉ–નહિ. પૂર્વમાં અનુભવેલી વસ્તુના સ્મરણનું નામ “સ્મૃતિ છે; આથી તે અતીતવિષયક છે. પૂર્વમાં અનુભવેલી અને વર્તમાનમાં અનુભવાતી વસ્તુની એકતાના અનુસંધાનનું નામ “સંજ્ઞા” અથવા “પ્રત્યભિજ્ઞાન” છે; આથી તે અતીત અને વર્તમાન ઉભયવિષયક છે. અને “ચિન્તા' ભવિષ્યના વિષયની વિચારણાનું નામ છે; તેથી તે અનામતવિષયક છે.
પ્ર. – આમ કહેવાથી તે મતિ, સ્મૃતિ, સંતા અને ચિંતા એ પર્યાયશબ્દો થઈ શકતા નથી; કેમ કે એમને અર્થ જુદા જુદા છે.
૧. “પ્રમાણુમીમાંસા આદિ તત્તવગ્રંથમાં સાંવ્યવહારિક પ્રત્યક્ષરૂપે ઇદ્રિયમને જન્ય અવગ્રહ આદિ જ્ઞાનનું વર્ણન છે. વિશેષ ખુલાસા માટે જુઓ “ન્યાયાવતારના ગુજરાતી અનુવાદની પ્રસ્તાવનામાં જૈન પ્રમાણુમીમાંસા પદ્ધતિને વિકાસક્રમ.
અક્સ,
,
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org