________________
અધ્યાય ૧-મૂત્ર ૮
૧૭ તે એ વસ્તુને આકાર, રૂપ, રંગ, એને માલિક, એને બનાવવાના ઉપાય, એને રાખવાની જગ્યા, એના ટકાઉ પણાની મર્યાદા અને એના પ્રકાર આદિના સંબંધમાં વિવિધ પ્રશ્નો કરે છે. અને એ પ્રશ્નને ઉત્તર પ્રાપ્ત કરી પિતાની જ્ઞાનવૃદ્ધિ કરે છે. આ રીતે જ અંતર્દષ્ટિવાળી વ્યક્તિ પણ મોક્ષમાર્ગ વિષે સાંભળીને અથવા હેય, ઉપાદેય એવાં આધ્યાત્મિક તત્ત્વ વિષે સાંભળીને એમના સંબંધમાં વિવિધ પ્રશ્નો દ્વારા પિતાનું જ્ઞાન વધારે છે. આ જ આશય ચાલુ બે સૂત્રમાં પ્રગટ કર્યો છે. ઉદાહરણ તરીકે, નિર્દેશ આદિ સૂક્ત ચૌદ પ્રશ્નોને લઈને સમ્યગ્દર્શન વિષે સંક્ષેપમાં નીચે પ્રમાણે વિચાર કરવામાં આવે છે:
૧. નિરા – સ્વરૂપ. તત્ત્વ તરફ રુચિ એ સમ્યગ્દર્શનનું સ્વરૂપ છે. ૨. સ્વામિત્વ – અધિકારિત્વ. સમ્યગ્દર્શનનો અધિકારી જીવ જ છે, અજીવ નહિ; કેમ કે તે જીવન જ ગુણ અથવા પર્યાય છે. ૩. સાધન – કારણ. દર્શનમોહનીય કર્મને ઉપશમ, ક્ષયપશમ અને ક્ષય એ ત્રણે સમ્યગ્દર્શનનાં અંતરંગ કારણ છે. એનાં બહિરંગ કારણે અનેક છે; જેવાં કે, શાસ્ત્રજ્ઞાન, જાતિસ્મરણ, પ્રતિમાદર્શન, સત્સંગ ઇત્યાદિ. ૪. મધિકાર – આધાર. સમ્યગૂદર્શનનો આધાર જીવ જ છે, કેમ કે એ એનો પરિણામ હોવાથી એમાં જ રહે છે. સમ્યગ્ગદર્શન ગુણ છે, તેથી એને સ્વામી અને અધિકરણ જુદાં જુદાં નથી તે પણ જ્યાં જીવ આદિ દ્રવ્યના સ્વામી અને અધિકરણનો વિચાર કરવાનો હોય, ત્યાં એ બન્નેમાં જુદાઈ પણ જોવામાં આવે છે. જેમ કે, વ્યવહારદષ્ટિથી જોતાં એક જીવને સ્વામી કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org