________________
અધ્યાય ૧- સૂત્ર ૪
હવે તવાને નામ-નિર્દેશ કરે છેઃ
जीवाजीवास्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् । ४ ।
જીવ, અજીવ, આસવ, અંધ, સંવર, નિર્જરા અને મેક્ષ એ તત્ત્વો છે.
ઘણા ગ્રંથામાં પુણ્ય અને પાપ ઉમેરી નવ તત્ત્વના કહ્યાં છે. પરંતુ અહીં પુણ્ય અને પાપ અને તત્ત્વતા આસ્રવ' અથવા બંધ' તત્ત્વમાં અંતર્ભાવ કરી, ફક્ત સાત જ તત્ત્વા કહ્યાં છે. એ અંતર્ભાવ આ રીતે સમજવા જોઈ એ :
પુણ્ય, પાપ અને દ્રવ્ય અને ભાવ રૂપથી બબ્બે પ્રકારનાં છે. શુભ કર્મો પુદ્ગલ દ્રવ્યપુણ્ય અને અશુભ કર્મ પુદ્ગલ દ્રવ્યપાપ છે. આથી દ્રવ્યરૂપ પુણ્ય તથા પાપ, બુધ’ તત્ત્વમાં અતભૂત થાય છે. કેમ કે આત્મસંબદ્ધ ક`પુદ્ગલ અથવા આત્મા અને કર્મ પુદ્ગલને સંબંધવિશેષ એ જ ‘દ્રવ્યબ’ધ’ તત્ત્વ કહેવાય છે. દ્રવ્યપુણ્યનું કારણ શુભ અવ્યવસાય જે ભાવપુણ્ય કહેવાય છે અને દ્રવ્યપાપનુ કારણ અશુભ અધ્યવસાય જે ભાવપાપ કહેવાય છે, તે પણ બંધ' તત્ત્વમાં અંતર્ભૂત છે; કેમ કે ‘બંધ’ના કારણભૂત કાષાયિક અધ્યવસાય પરિણામ એ જ ‘ભાવબંધ' કહેવાય છે. ભાવબંધ એ જ ભાવઆસ્રવ છે, તેથી પુણ્યાપને આસ્રવ પણ કહી શકાય.
૧૧
Jain Education International
---
૧. બૌદ્ધ દશનમાં જે દુ:ખ, સમુય, નિરોધ અને માર્ગ એ ચાર આય સત્યા છે, સાંખ્ય તથા ચોગદર્શનમાં જે હેય, હેતુ, હાન અને હાનેાપાય એ ચતુર્વ્યૂહ છે, ન્યાયદર્શનમાં જેમને અર્થપદ ક્યાં છે તેમના સ્થાનમાં આસ્રવથી લઈ મેાક્ષ સુધીનાં પાંચ તત્ત્વા જૈનદર્શનમાં પ્રસિદ્ધ છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org