________________
અધ્યાય ૧
-
૩
જગતના પદાર્થાને યથાર્થ રૂપથી જાણવાની રુચિ સાંસારિક અને આધ્યાત્મિક અને પ્રકારના અભિલાષાથી થાય છે. ધન, પ્રતિષ્ઠા આદિ કાઈ સાંસારિક વાસના માટે જે તત્ત્વજિજ્ઞાસા થાય છે, તે સમ્યગ્દČન નથી. કેમ કે એનું પરિણામ મેક્ષ પ્રાપ્તિ ન હેાવાથી, એનાથી સંસાર જ વધે છે. પરન્તુ જે તત્ત્વનિશ્ચયની રુચિ ફક્ત આત્માની તૃપ્તિ માટે, આધ્યાત્મિક વિકાસ માટે થાય છે, તે સમ્યગદર્શન છે.
નિશ્ચય અને વ્યવહાર દષ્ટિથી પ્રથાર : આધ્યાત્મિક વિકાસથી ઉત્પન્ન થયેલ એક પ્રકારને આત્માના પરિણામ તે નિશ્ચય સમ્યક્ત્વ છે. તે જ્ઞેયમાત્રને તાત્ત્વિક રૂપમાં જાણવાની, હેયને છેાડી દેવાની અને ઉપાદેયને ગ્રહણ કરવાની રુચિરૂપ છે.
રુચિના બળથી ઉત્પન્ન થતી ધર્મતત્ત્વનિષ્ઠા એ વ્યવહારસભ્યત્વ છે.
Jain Education International
સમ્યક્ત્વનાં ોિ: સમ્યગદર્શનની પિછાન કરાવે એવાં પાંચ લિંગ માનવામાં આવે છે. જેવાં કે પ્રથમ, સવેગ, નિવેદ, અનુક ંપા અને આસ્તિક.
૧. તત્ત્વના મિથ્યા પક્ષપાતથી ઉત્પન્ન થતા કદાગ્રહ આદિ દોષાના ઉપશમ એ જ પ્રશમ' છે. ૨. સાંસારિક અંધનેાના ભય એ સવેગ' છે. ૩. વિષયામાં આસક્તિ ઓછી થવી એ ‘નિવેદ' છે. ૪. દુ:ખી પ્રાણીઓનું દુ:ખ દૂર કરવાની ઇચ્છા એ અનુકંપા' છે. ૫. આત્મા આદિ પરાક્ષ કિન્તુ યુક્તિપ્રમાણથી સિદ્ધ પદાર્થાના સ્વીકાર એ આસ્તિકય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org