________________
અધ્યાય ૧- સૂત્ર ૧ કે, જ્યાં તે હોય ત્યાં એની પૂર્વેનાં સમ્યગદર્શન આદિ બન્ને સાધન અવશ્ય હોય છે.
પ્ર- જે આત્મિક ગુણને વિકાસ એ જ મોક્ષ છે અને સમ્યગદર્શન આદિ એનાં સાધન પણ આત્માના ખાસ ખાસ ગુણોનો વિકાસ જ છે, તે પછી મેક્ષ અને એને સાધનમાં શું તફાવત છે ?
ઉ૦ – કાંઈ પણ નહિ.
પ્ર૦ –– જો તફાવત નથી, તો મોક્ષ સાધ્ય અને સમ્ય દર્શન આદિ રત્નત્રય એનું સાધન એ સાધ્ય સાધન ભાવ કેવી રીતે સમજે ? કારણ કે સાધ્ય સાધનસંબંધ ભિન્ન વસ્તુઓમાં દેખાય છે.
ઉ૦ – સાધક–અવસ્થાની અપેક્ષાએ મેક્ષ અને રત્નત્રયન સાધ્યસાધનભાવ કહ્યો છે, સિદ્ધ અવસ્થાની અપેક્ષાએ નહિ. કેમ કે સાધકનું સાધ્ય પરિપૂર્ણ રત્નત્રયરૂપ મેક્ષ હોવાં છતાં પણ એની પ્રાપ્તિ એને રત્નત્રયના ક્રમિક વિકાસથી જ થાય છે. આ શાસ્ત્ર સાધકને માટે છે, સિદ્ધને માટે નથી. આથી આમાં સાધકને માટે ઉપયોગી એવા સાયસાધનના ભેજું જ કથન છે.
પ્ર૦ – સંસારમાં તે ધન સ્ત્રી આદિ સાધનોથી સુખપ્રાપ્તિ પ્રત્યક્ષ દેખાય છે, તો પછી એને છોડીને મોક્ષના પરોક્ષ સુખ માટે ઉપદેશ શા માટે કરવામાં આવે છે ?
ઉ૦ – મોક્ષને ઉપદેશ એટલા માટે છે કે એમાં સાચું સુખ મળે છે. સંસારમાં સુખ મળે છે પણ સાચું સુખ નહિ, સુખાભાસ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org