SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧- સૂત્ર ૧ કે, જ્યાં તે હોય ત્યાં એની પૂર્વેનાં સમ્યગદર્શન આદિ બન્ને સાધન અવશ્ય હોય છે. પ્ર- જે આત્મિક ગુણને વિકાસ એ જ મોક્ષ છે અને સમ્યગદર્શન આદિ એનાં સાધન પણ આત્માના ખાસ ખાસ ગુણોનો વિકાસ જ છે, તે પછી મેક્ષ અને એને સાધનમાં શું તફાવત છે ? ઉ૦ – કાંઈ પણ નહિ. પ્ર૦ –– જો તફાવત નથી, તો મોક્ષ સાધ્ય અને સમ્ય દર્શન આદિ રત્નત્રય એનું સાધન એ સાધ્ય સાધન ભાવ કેવી રીતે સમજે ? કારણ કે સાધ્ય સાધનસંબંધ ભિન્ન વસ્તુઓમાં દેખાય છે. ઉ૦ – સાધક–અવસ્થાની અપેક્ષાએ મેક્ષ અને રત્નત્રયન સાધ્યસાધનભાવ કહ્યો છે, સિદ્ધ અવસ્થાની અપેક્ષાએ નહિ. કેમ કે સાધકનું સાધ્ય પરિપૂર્ણ રત્નત્રયરૂપ મેક્ષ હોવાં છતાં પણ એની પ્રાપ્તિ એને રત્નત્રયના ક્રમિક વિકાસથી જ થાય છે. આ શાસ્ત્ર સાધકને માટે છે, સિદ્ધને માટે નથી. આથી આમાં સાધકને માટે ઉપયોગી એવા સાયસાધનના ભેજું જ કથન છે. પ્ર૦ – સંસારમાં તે ધન સ્ત્રી આદિ સાધનોથી સુખપ્રાપ્તિ પ્રત્યક્ષ દેખાય છે, તો પછી એને છોડીને મોક્ષના પરોક્ષ સુખ માટે ઉપદેશ શા માટે કરવામાં આવે છે ? ઉ૦ – મોક્ષને ઉપદેશ એટલા માટે છે કે એમાં સાચું સુખ મળે છે. સંસારમાં સુખ મળે છે પણ સાચું સુખ નહિ, સુખાભાસ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy