SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થ સૂત્ર પ્ર મેક્ષમાં સાચું સુખ અને સંસારમાં સુખાભાસ — એટલે શું ? . ઉ સાંસારિક સુખ, ઇચ્છાઓને તૃપ્ત કરવાથી થાય છે. હવે ઇચ્છાના એવા સ્વભાવ છે કે એક પૂરી થાય ન થાય એટલામાં તેા ખીજી સેકડો ઘૃચ્છાએ ઉત્પન્ન થઈ જાય છે. આ બધી ઇચ્છાઓની તૃપ્તિ થવાના સંભવ નથી; અને ધારા કે હોય તે પણ તેટલામાં એવી ખીજી હજારા ઇચ્છા પેદા થઈ જવાની કે જેમની તૃપ્તિ થવાના સ ંભવ નથી. આથી જ સંસારમાં ઇચ્છાઓની તૃપ્તિથી ઉત્પન્ન થયેલ જ સુખના પશ્ચા કરતાં અતૃપ્ત ઇચ્છાએથી ઉત્પન્ન થયેલા દુઃ ખનું પલ્લું ભારે જ રહેવાનું. તેથી સંસારના સુખને સુખાભાસ કહ્યો છે. મેાક્ષની સ્થિતિ એવી છે કે એમાં ઈચ્છાઓના જ અભાવ થઈ જાય છે, અને સ્વાભાવિક સંતેાષ પ્રગટ થાય છે; તેથી એમાં સ ંતોષથી ઉત્પન્ન થતુ સુખ એ જ સુખ છે અને એ જ સાચું સુખ છે. [૧] હવે સમ્યગ્દનનું લક્ષણ કહે છે : तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् । २ । ચથા રૂપથી પદાર્થાના નિશ્ચય કરવાની જે રુચિ, તે ‘સમ્યગ્દન ’ છે. હવે સમ્યગ્દર્શનની ઉત્પત્તિનાં નિમિત્તો કહે છે: तन्निसर्गादधिगमाद्वा । ३ । તે ( સમ્યગ્દર્શ`ન ) નિસગ થી એટલે કે પરિણામમાત્રથી અથવા અધિગમથી એટલે કે ખાદ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy