SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્ર અવસ્થારૂપ પરિપૂર્ણ ચારિત્ર પ્રાપ્ત થતાં જ ત્રણે સાધનની પરિપૂર્ણતાના બળથી પૂર્ણ મેક્ષ શક્ય થાય છે. સર્યનિચન: ઉપરનાં ત્રણે સાધનેમાંથી પહેલાં બે એટલે કે સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન અવશ્ય સહચારી હોય છે. જેમ સૂર્યને તાપ અને પ્રકાશ એકબીજાને છોડીને રહી શકતાં નથી, તેમ જ સમ્યગદર્શન અને સમ્યગૂજ્ઞાન એકબીજા સિવાય રહેતાં નથી. પરંતુ સમ્યક્યારિત્રની સાથે એમનું સાહચર્ય અવયંભાવી નથી. કારણ કે સમ્યક્યારિત્ર સિવાય પણ કેટલાક સમય સુધી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન જોવામાં આવે છે. આમ હોવા છતાં પણ ઉત્ક્રાંતિના ક્રમ પ્રમાણે સમ્યક્યારિત્ર માટે એવો નિયમ છે ૧. એક એ પણ પક્ષ છે જે દર્શન અને જ્ઞાનનું અવશ્ય ભાવી સાહચર્ય ન માનતાં વૈકલ્પિક સાહચર્ય માને છે. એ મત પ્રમાણે કેઈક વાર દશનકાળમાં જ્ઞાન ન પણ હોય. એનો અર્થ એવો છે કે સમ્યક્ત્વ પ્રાપ્ત થવા છતાં દેવ, નાટક, તિયોને અને કેટલાક મનુષ્યોને પણ વિશિષ્ટ કૃતજ્ઞાન એટલે કે આચારાદિ અંગેનું જ્ઞાન હેતું નથી. આ મત પ્રમાણે દશનના સમયે જ્ઞાન ન હેવાનો અર્થ એ છે કે તે સમયે વિશિષ્ટ કૃતજ્ઞાન હેતું નથી પરંતુ દર્શન અને જ્ઞાનને અવશ્ય સહચારી માનતા પક્ષને આશય એ છે કે, દશનપ્રાપ્તિ પહેલાં જે મતિ આદિ અજ્ઞાનરૂપે જીવોમાં હોય છે, તે સમ્યગદશનની ઉત્પત્તિ અથવા મિથ્યા દૃષ્ટિની નિવૃત્તિથી સમ્યગરૂપમાં પરિણુત થઈ જાય છે, અને તે મતિ આદિ જ્ઞાન કહેવાય છે. આ મત પ્રમાણે છે અને જેટલો વિશેષ બોધ સમ્યકત્વ પ્રાપ્તિકાલમાં હોય, તે જ સમ્યગજ્ઞાન સમજવું, માત્ર વિશિષ્ટ શ્રત નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy