________________
અધ્યાય ૧ - સૂત્ર ૫
૧૩ છે. સંવર તત્ત્વથી મોક્ષનું કારણ અને નિર્જરા તત્ત્વથી મેક્ષનો ક્રમ બતાવ્યો છે. [૪]
હવે નિક્ષેપોનો નામનિર્દેશ કરે છે? नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः ।।
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપથી એમને એટલે કે સમ્યગ્દર્શન આદિ અને જીવ આદિને ન્યાસ એટલે કે વિભાગ થાય છે.
બધા વ્યવહારનું કે જ્ઞાનની આપ-લેનું મુખ્ય સાધન ભાષા છે. ભાષા શબ્દોની બનેલી છે. એક જ શબ્દ, પ્રયોજન અથવા પ્રસંગ પ્રમાણે અનેક અર્થમાં વપરાય છે. દરેક શબ્દને ઓછામાં ઓછા ચાર અર્થ જોવામાં આવે છે. એ જ ચાર અર્થ એ શબ્દના અર્થસામાન્યના ચાર વિભાગ છે. એ વિભાગને જ નિક્ષેપ” – ન્યાસ કહે – છે. એ જાણવાથી તાત્પર્ય સમજવામાં સરળતા થાય છે. એ માટે પ્રસ્તુત સૂત્રમાં એ ચાર અર્થનિક્ષેપ બતાવ્યા છે. એનાથી એટલું પૃથક્કરણ થઈ જશે કે મોક્ષમાર્ગ રૂપે સમ્યગદર્શન આદિ અર્થ, અને તત્ત્વ રૂપે જીવાજીવાદિ અર્થ અમુક પ્રકારના લેવા જોઈએ, બીજ પ્રકારના નહિ. એ ચાર નિક્ષેપ આ પ્રમાણે છે:
૧. જે અર્થ વ્યુત્પત્તિસિદ્ધ નથી પણ ફક્ત માતાપિતા અથવા બીજા લેકના સંકેતબળથી જાણી શકાય છે, તે અર્થ “નામનિક્ષેપ.” જેમ કે, કોઈ એક એવી વ્યક્તિ છે, જેનામાં સેવક એગ્ય કઈ પણ ગુણ નથી પણ કેઈએ એનું નામ સેવક રાખ્યું છે. આ નામસેવક છે. ૨. જે વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org