________________
પાલિકબંધ-દ્રવ્યારંભની યોગ્યતા કરતાં જુદા જ પ્રકારની છે. તત્ત્વાર્થની દ્રવ્ય અને ગુણની વ્યાખ્યા વૈશેષિક દર્શનની તે વ્યાખ્યા સાથે વધારેમાં વધારે સાદશ્ય ધરાવે છે. તત્ત્વાર્થ અને સાંખ્ય દર્શનની પરિણામસંબંધી પરિભાષા સમાન જ છે. તત્વાર્થને દ્રવ્ય, ગુણ, અને પર્યાય રૂપે સત પદાર્થને વિવેક, સાંખ્યના સત અને પરિણામવાદની તથા વૈશેષિક દર્શનના દ્રવ્ય, ગુણ અને કર્મને મુખ્ય સત્ માનવાના વલણની યાદ આપે છે.
ચારિત્રમીમાંસાની સારભૂત બાબતો : જીવનમાં કઈ કઈ પ્રવૃત્તિઓ હોય છે ? એવી હેય પ્રવૃત્તિઓનું મૂળ બીજ શું છે ? હેય પ્રવૃત્તિઓનો ત્યાગ શકય હોય તો તે ક્યા કયા પ્રકારના ઉપાય દ્વારા થઈ શકે, અને હેય પ્રવૃત્તિના સ્થાનમાં કયા પ્રકારની પ્રવૃત્તિઓ જીવનમાં દાખલ કરવી ? તેનું પરિણામ જીવનમાં ક્રમશઃ અને છેવટે શું આવે ? એ બધો વિચાર છટ્ટાથી દશમા અધ્યાય સુધીની ચારિત્રમીમાંસામાં આવે છે. આ બધે વિચાર જૈનદર્શનની તદ્દન જુદી પડતી પરિભાષા અને સાંપ્રદાયિક પ્રણાલીને લીધે જાણે કોઈ પણ દર્શન સાથે સામ્ય ન ધરાવતો હોય એવો આપાતતઃ ભાસ થાય છે; છતાં બૌદ્ધ અને વેગ દર્શનને બારીકીથી અભ્યાસ કરનારને એમ જણાયા વિના કદી પણ ન રહે, કે જૈન ચારિત્રમીમાંસાને વિષય ચારિત્રપ્રધાન ઉકત બે દર્શન સાથે વધારેમાં વધારે
૧. “તસ્વાર્થ.” ૫, ૩૨–૩૫ ૨. “તવાર્થ૦' ૫, ૩૭, તથા ૪૦. ૩. જુઓ આ પરિચય, પા. ૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org