________________
ષપદાર્થવાદની યાદ આપે છે. એમાં આવતી સાધમ્યવૈધર્મ્સવાળી શૈલી વૈશેષિક દર્શનની એ શૈલીનું પ્રતિબિંબ હોય તેમ ભાસે છે. જો કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એ દ્રવ્યની કલ્પના બીજા કોઈ દર્શનકારે કરી નથી અને જેનદર્શનનું આત્મસ્વરૂપ પણ બીજાં બધાંય દર્શન કરતાં જુદાં જ પ્રકારનું છે. છતાં આત્મવાદ અને પુદ્ગલવાદને લગતી ઘણી બાબતો વૈશેષિક, સાંખ્ય આદિ સાથે વધારે સામ્ય ધરાવે છે. જેનદર્શનની જેમ ન્યાય, વૈશેષિક, સાંખ્ય આદિ દર્શને પણ આત્મબહુત્વવાદી જ છે. જૈન દર્શનનો પગલવાદ વૈશેષિક દર્શનના પરમાણુવાદ અને સાંખ્ય દર્શનના પ્રકૃતિવાદના સમન્વયનું ભાન કરાવે છે. કારણ કે એમાં આરંભ અને પરિણામ ઉભયવાદનું સ્વરૂપ આવે છે. એક બાજુ તત્ત્વાર્થમાં કાલને દ્રવ્ય માનનારા મતાંતરનો ૧૧ કરેલ ઉલ્લેખ અને
૧, વૈશેષિક. ૧, ૧, ૪. ૨. પ્રશસ્તપાદ પૃ૦ ૧૬ થી.
૩. તત્વાર્થ૦ ૫, ૧, અને ૫, ૧૭. વિશેષ વિગત માટે જુઓ ‘જૈનસાહિત્ય સંશોધક ખંડ ત્રીજે, અંક પહેલ તથા ચોથ.
૪. “તવાથ, ૫, ૫. ૧૫–૧૬. ૫. તસ્વાર્થ ૫, ૨. ૬. “વ્યવસ્થાતો નાના”-૩, ૨, ૨૦. ૭. “gવાં વિદ્વ” ઈશ્વરકૃષ્ણકૃત “સખ્યકારિકા.” ૧૮ ૮. તરવાથ૦ ૫, ૨૩–૨૮ ૯. જુઓ “તર્કસંગ્રહ પૃથ્વી આદિ ભૂતોનું નિરૂપણ. ૧૦. ઈશ્વરકૃષ્ણ કૃત “સાંખ્યકારિકા ૨૨ થી આગળ. ૧૧. તાવાર્થ૦ ૫, ૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org