________________
બીજી બાજુ તેનાં નિશ્ચિતપણે બતાવેલાં લક્ષણ ઉપરથી એમ માનવા લલચાઈ જવાય છે કે, જેને તત્ત્વજ્ઞાનના વ્યવસ્થાપક ઉપર કાલ દ્રવ્યની બાબતમાં વૈશેષિકર અને સાંખ્ય દર્શન એ બન્નેનાં મંતવ્યની સ્પષ્ટ છાપ છે; કારણ કે, વૈશેષિકદર્શન કાલને સ્વતંત્ર માને છે; જ્યારે સાંખ્ય દર્શન એમ નથી માનતું. તત્ત્વાર્થમાં સૂચવાતા કાલ દ્રવ્યના સ્વતંત્ર અસ્તિત્વનાસ્તિત્વવિષયક બન્ને પક્ષે જે આગળ જતાં દિગંબર અને શ્વેતાંબર પરંપરાની જુદી જુદી માન્યતારૂપે વહેંચાઈ ગયા છે, તે પ્રથમથી જ જૈન દર્શનમાં હશે, કે વૈશેષિક અને સાંખ્ય દર્શનના વિચારસંઘર્ષણને પરિણામે ક્યારેક જૈન દર્શનમાં સ્થાન પામ્યા હશે, એ એક શોધને વિષય છે. પણ એક વાત તે દીવા જેવી છે કે તત્વાર્થ મૂળ અને તેની વ્યાખ્યાઓમાં જે કાળનાં લિંગનું વર્ણન છે, તે વૈશેષિકસૂત્ર સાથે શબ્દશઃ મળતું આવે છે. સત અને નિત્યની તસ્વાર્થગત વ્યાખ્યા જે કોઈપણ દર્શન સાથે વિશેષ સાદશ્ય ધરાવતી હોય, તે તે સાંખ્ય અને ગ દર્શન જ છે. એમાં આવતું પરિણામીનિત્યનું સ્વરૂપ, તત્ત્વાર્થના સત અને નિત્યના સ્વરૂપ સાથે શબ્દશઃ મળે છે. વૈશેષિક દર્શનમાં પરમાણુંઓમાં દ્રવ્યારંભની જે યોગ્યતા બતાવવામાં આવી છે, તે તત્ત્વાર્થ માં વર્ણવેલ
૧. તસ્વાર્થ ૫, ૨૨. ૨. “વૈશેષિક દર્શન’ ૨, ૨, ૬.
૩. જુઓ કુંદકુંદના “પ્રવચનસાર ” અને “પંચાસ્તિકાયનું કાલનિરૂપણ તથા ૫, ૩૯ ની “સર્વાર્થસિદ્ધિ.
૪. જુઓ ૫, ૨૨ની ભાષ્યવૃત્તિ, તથા આ “પરિચય', પા. ૧૩. ૫. પ્રશસ્તપાદ, વાયુનિરૂપણ પૃ૦ ૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org