________________
१२४
ભલામણ કરવી. આમ કરી સૂત્ર ઉપર ઉક્ત ચારે ટીકાઓએ ક્રમશઃ કેટકેટલે અને કઈ કઈ જાતનો વિકાસ કર્યો છે અને તેમ કરવામાં તે તે ટીકાઓએ બીજા દર્શનેમાંથી કેટલે ફાળો મેળવ્યો છે, અગર તો બીજાંઓને કેટલે ફાળે આપે છે એ બધું વિદ્યાથીને જણાવવું.
૪. કોઈ પણ પરિસ્થિતિને કારણે રાજવાર્તિક વાંચવું કે વંચાવવું શક્ય ન હોય તો છેવટે શ્લેકવાર્તિકની પેઠે રાજવાર્તિકમાં પણ જે જે મુદ્દાઓ બહુ સુંદર રીતે ચર્ચવામાં આવ્યા હોય અને જેનું મહત્ત્વ જૈન દર્શનની દષ્ટિએ ઘણું વધારે હોય, તેવાં સ્થળોની એક યાદી તૈયાર કરી ઓછામાં ઓછું તેટલું તે શીખવવું જ. એટલે કે ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિ એ બે અભ્યાસમાં નિયત હોય અને રાજવાર્તિક તેમજ કવાકિનાં ઉક્ત બે ગ્રંથમાં નહિ આવેલાં એવાં વિશિષ્ટ પ્રકરણે જ અભ્યાસમાં નિયત હોય અને બાકીનું ઐચ્છિક હોય. દા.ત. રાજવાર્તિકમાંથી સપ્તભંગી અને અનેકાંતવાદની ચર્ચા અને લેકવાત્તિકમાંથી સર્વજ્ઞ, આપ્ત, જગત્કર્તા આદિની, નયન, વાદની અને પૃથ્વીભ્રમણની ચર્ચા લેવી. એ જ રીતે તત્ત્વાર્થભાષ્યની સિદ્ધસેનીય વૃત્તિમાંથી વિશિષ્ટ ચર્ચાવાળા ભાગો તારવી તેમને અભ્યાસમાં નિયત
૧. અ૦ ૧ સૂ૦ ૬. ૨. પૃ. ૧-૫૭. ૩. પૃ. ૨૬૭–૨૭૬. ૪. પૃ૦ ૨૭૭–૩૧૧. ૫. પૃ૦ ૩૪૫–૩૪૭.
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org