________________
१२५
રાખવા. દા. ત. અ. ૧, ૧; ૫, ૨૯ અને ૫, ૩૧ ન ભાષ્યની વૃત્તિમાંની ચર્ચાઓ.
૫. અભ્યાસ શરૂ કરાવ્યા અગાઉ શિક્ષકે તત્ત્વાર્થનો બાહ્ય અને આંતરિક પરિચય કરાવવા વિદ્યાથીઓ સામે કેટલાંક સામાન્ય પરંતુ રુચિકર પ્રવચનો કરવાં અને તે રીતે વિદ્યાથીઓ રસવૃત્તિ જગાડવી. વચ્ચે વચ્ચે જ્યારે પ્રસંગ આવે ત્યારે દર્શનને ઈતિહાસ અને ક્રમવિકાસ તરફ વિદ્યાર્થીઓનું ખાસ ધ્યાન ખેંચાય તે માટે યોગ્ય પ્રવચન ગોઠવવાં.
૬. ભૂગોળ ખગોળ, સ્વર્ગ અને પાતાળવિદ્યાના ત્રીજા તથા ચેથા અધ્યાયનું શિક્ષણ આપવા બાબત બે મોટા વિરોધી પક્ષો છે. એક પક્ષ તેમને શિક્ષણમાં રાખવા ના પાડે છે, જ્યારે બીજે તેના શિક્ષણ વિના સર્વજ્ઞદર્શનને અભ્યાસ અધૂરો માને છે. આ બંને એકાંતની છેલ્લી સીમાઓ છે; તેથી શિક્ષકે તે બે અધ્યાયનું શિક્ષણ આપવા છતાં તેમની પાછળની દૃષ્ટિ બદલવી એ જ અત્યારે સલાહ કારક છે. ત્રીજા અને ચોથા અધ્યાયનું બધું વર્ણન સર્વજ્ઞકથિત છે તેમાં લેશ પણ ફેરફાર ન જ હોઈ શકે, આજ કાલની બધી અને વિચારણાઓ તદ્દન ખોટી હેઈ અગર તે જૈન શાથી વિરુદ્ધ પડતી હાઈ ફેંકી દેવા લાયક છે, એમ કહી એ અધ્યાયના શિક્ષણ ઉપર ભાર આપવા કરતાં, એક કાળે આર્ય દર્શનમાં સ્વર્ગ, નરક, ભૂગોળ અને ખગોળ વિષે કેવી કેવી માન્યતાઓ ચાલતી અને એ માન્યતા
માં જૈન દર્શનનું શું સ્થાન છે એવી ઐતિહાસિહ દૃષ્ટિથી જ એ અધ્યાયેનું શિક્ષણ આપવામાં આવે, તે ખોટું સમજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org