________________
૧૨૩
પડ્યો છે ? (ર) કઈ કઈ બાબતે એકમાં છે અને બીજામાં નથી અગર તો રૂપાંતરથી છે ? જે બાબતે બીજામાં છેડાઈ હેય અગર નવી ચર્ચાઈ હોય તે કઈ, અને તેમ થવાનું શું કારણ? () ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિ એ બંનેનું પૃથક્કરણ ઉપર પ્રમાણે કર્યા પછી જે વિદ્યાથી વધારે યોગ્ય હોય, તે તેને આગળ “પરિચયમાં આપેલ સરખામણ પ્રમાણે બીજાં ભારતીય દર્શને સાથે સરખામણી કરવામાં ઉતાર; અને જો વિદ્યાથી સાધારણ હોય તો આગળ જતાં તેની સરખામણી કરી શકે તે દૃષ્ટિથી કેટલાંક રોચક સૂચને કરવાં. (૬) ઉપર પ્રમાણે પાઠ ચલાવ્યા પછી ચાલેલ તે સૂત્ર ઉપર રાજવાર્તિક વાંચી જવાનું વિદ્યાથી ઉપર છેડવું. તે બધું રાજવાર્તિક વાંચી તેમાંથી પૂછવા લાયક સવાલે અગર સમજવાની બાબતે કાગળ ઉપર નોંધી બીજે દિવસે શિક્ષક સમક્ષ રજૂ કરે અને એ રજૂઆત વખતે શિક્ષક બની શકે ત્યાં સુધી વિદ્યાથીઓમાં જ અંદરોઅંદર ચર્ચા ઊભી કરાવી તેમની મારફત જ (માત્ર પોતે તટસ્થ સહાયક રહી) પિતાને કહેવાનું બધું કહેવરાવે. ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિ કરતાં રાજવાન્તિકમાં શું ઘટયું છે, શું વધ્યું છે, શું નવું છે, એ જાણવાની દૃષ્ટિ વિદ્યાથી. એમાં કેળવે.
૩. ઉપર પ્રમાણે ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિનો અભ્યાસ થઈ જાય અને તે રાજવાર્તિકના અવલોકન દ્વારા પુષ્ટ થાય, ત્યાર પછી ઉક્ત ત્રણે ગ્રંથમાં ન હોય તેવા અને ખાસ ધ્યાન આપવા જેવા છે જે મુદ્દાઓ સ્લેકવાર્તિકમાં ચર્ચાયા હોય તેટલા જ મુદ્દાઓની યાદી તૈયાર કરી રાખવી અને અનુકૂળતાએ તે વિદ્યાર્થીઓને વંચાવવી અગર વાંચવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org