________________
અભ્યાસ વિષે સૂચન જૈન દર્શનને પ્રામાણિક અભ્યાસ કરવા ઈચ્છનારે જેન, જૈનેતર (પછી તે વિદ્યાર્થી હોય કે શિક્ષક) દરેક એમ પૂછે છે કે, એવું એક પુસ્તક ક્યું છે કે જેને ટૂંકાણથી અગર લંબાણથી અભ્યાસ કરી શકાય અને જેના અભ્યાસથી જૈન દર્શનમાં સમાસ પામતી મુદ્દાની દરેક બાબતનું જ્ઞાન થાય. એ પ્રશ્નનો ઉત્તર આપનાર “તત્વાર્થ સિવાય બીજા કેઈ પુસ્તકનો નિર્દેશ ન જ કરી શકે. તત્ત્વાર્થની આટલી યોગ્યતા હોવાથી આજકાલ જ્યાં ત્યાં જૈન દર્શનના અભ્યાસક્રમમાં તે સર્વપ્રથમ આવે છે. આમ હોવા છતાં તેને અભ્યાસ જે રીતે ચાલતે જોવામાં આવે છે, તે રીત વિશેષ ફળપ્રદ થતી જણાતી નથી; તેથી તેની અભ્યાપદ્ધતિ વિષે અત્રે કાંઈક સૂચન અગ્ય નહિ ગણાય.
સામાન્ય રીતે “તત્વાર્થ ના અભ્યાસી શ્વેતાંબરે તે ઉપરની દિગંબરીય ટીકાઓ નથી જેતાઃ અને દિગંબરે તે ઉપરની શ્વેતાંબરીય ટીકાઓ નથી જોતા. આનું કારણ સાંકડી દષ્ટિ, સાંપ્રદાયિક અભિનિવેશ કે માહિતીને અભાવ એ ગમે તે હોય; પણ જે એ વાત સાચી હોય, તે તેને લીધે અભ્યાસીનું જ્ઞાન કેટલું સંકુચિત રહે છે, તેની જિજ્ઞાસા કેટલી અણખેડાયેલી રહે છે, અને તેની તુલના તેમજ પરીક્ષણશક્તિ કેટલી બુટ્ટી રહે છે, અને તેને પરિણામે તત્ત્વાર્થના અભ્યાસીનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org