________________
૧૧૧
ઉપરથી આપણે એમને આશય સીધી રીતે એટલે જ કાઢી શકીએ છીએ કે, ઉમાસ્વામીએ જૈન તત્ત્વ ઉપર કઈ ગ્રંથ અવશ્ય રચેલો છે.
પૂર્વોક્ત બીજું કથન તત્ત્વાર્થાધિગમશાસ્ત્રનું પહેલું મેક્ષ માર્ગવિષયકસૂત્ર સર્વજ્ઞ વીતરાગપ્રણીત છે એ વસ્તુને સિદ્ધ કરનારી અનુમાનચર્ચામાં આવેલું છે. એ અનુમાનચર્ચામાં મોક્ષમાર્ગવિષયક સૂત્ર પક્ષ છે, સર્વજ્ઞવીતરાગપ્રણીતત્વ એ સાધ્ય છે, અને સૂત્રત્વ એ હેતુ છે. એ હેતુમાં વ્યભિચારદેષનું વારણ કરતાં વિદ્યાનંદે તેન ઇત્યાદિ કથન કરેલું છે. વ્યભિચારદોષ પક્ષથી જુદા સ્થળમાં સંભવિત બને છે. પક્ષ તે મોક્ષમાર્ગવિષયક પ્રસ્તુત તસ્વાર્થ સૂત્ર જ છે, એટલે વ્યભિચારનું વિષયભૂત મનાયેલું ગૃધ્રપિચ્છાચાર્ય સુધીના મુનિઓનું સૂત્ર એ વિદ્યાનંદની દષ્ટિમાં ઉમાસ્વાતિના પક્ષભૂત મોક્ષમાર્ગવિષયક પ્રથમસત્રથી ભિન્ન જ હોવું જોઈએ, એ વાત ન્યાયવિદ્યાના અભ્યાસીને ભાગ્યે જ સમજાવવી પડે તેમ છે. વિદ્યાનંદની દૃષ્ટિમાં પક્ષરૂપ ઉમાસ્વાતિના સૂત્ર કરતાં વ્યભિચારનું વિષયભૂત કલ્પાતું સૂત્ર જુદું જ છે, માટે જ તેમણે એ વ્યભિચારદોષનું વારણ કર્યા બાદ હેતુમાં અસિદ્ધતા દોષ નિવારતાં “પ્રકૃત ” એમ કહેલું છે. પ્રકૃતિ એટલે જેની ચર્ચા પ્રસ્તુત છે તે ઉમાસ્વામીનુ મોક્ષમાર્ગવિષયકસૂત્ર. અસિદ્ધતાદોષ નિવારતા સૂત્રને પ્રકૃતિ એવું વિશેષણ આપ્યું છે અને વ્યભિચાર નિવારતાં તે વિશેષણ નથી આપ્યું તેમ જ પક્ષરૂપસૂત્રની અંદર વ્યભિચાર નથી આવતો એમ પણ નથી કહ્યું. ઊલટું ખુલ્લી રીતે એમ કહ્યું છે કે, ગૃધ્રપિચ્છ આચાર્ય સુધીનાં મુનિઓનાં સૂત્રોમાં વ્યભિચાર નથી આવતો. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org