________________
૧૧૮
આચાર્ય ‘તેની નૃપ્રવિત્રાર્યપર્યન્તમુનિસૂત્રેળવ્યમિનારિતા નિરસ્તા” એવું કથન કર્યુ છે. આ બન્ને કથને તત્ત્વાર્થોશાસ્ત્ર ઉમાસ્વાતિરચિત હેાવાનુ અને ઉમાસ્વાતિ તથા ગૃધ્રપિચ્છ આચાર્ય અને અભિન્ન હેાવાનુ સૂચવે છે એવી ૫૦ જુગલ કિરોારજીની માન્યતા છે. પરંતુ એ માન્યતા વિચારણીય છે, તેથી એ બાબતમાં મારી વિચારણા શી છે તે ટૂંકમાં જણાવી દેવુ ચાગ્ય થશે.
C
પહેલા કથનમાં તત્ત્વાર્થસૂત્રકાર એ, ઉમાસ્વાતિ વગેરે આચાર્યાનુ વિશેષણ છે, નહિ કે માત્ર ઉમાસ્વાતિનુ . હવે આજીજીએ બતાવેલ રીતે અ કરીએ તે ફલિત એમ થાય છે કે, ઉમાસ્વાતિ વગેરે આચાર્યાં તત્ત્વાર્થસૂત્રના કર્તા છે. અહીં તત્ત્વાર્થસૂત્રને અ જો તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર કરવામાં આવે, તો એ ફલિત અર્થ ખાટા ઠરે છે. કારણ કે તત્ત્વાર્થીધિગમશાસ્ત્ર એકલા ઉમાસ્વામીએ રચેલુ' મનાયેલુ છે, નહિ કે ઉમાસ્વામી વગેરે અનેક આચાર્યાએ. તેથી વિશેષણગત તત્ત્વાર્થસૂત્રપદના અર્થ માત્ર તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર ન કરતાં જિનકથિત તત્ત્વપ્રતિપાદક બધા જ ગ્રંથા એટલેા કરવા જોઈ એ, એ અર્થ કરતાં ફલિત એ થાય છે કે, જિનકથિત તત્ત્વપ્રતિપાદક ગ્રંથના રચનાર ઉમાસ્વામી વગેરે આચાર્યાં. આ ફલિત અ મુજબ સીધી રીતે એટલું જ કહી શકાય કે, વિદ્યાનંદની દૃષ્ટિમાં ઉમાસ્વામી પણ જિનકથિત તત્ત્વપ્રતિપાદક કોઈ પણ ગ્રંથના પ્રણેતા છે. એ ગ્રંથ તે ભલે વિદ્યાન ંદની દૃષ્ટિમાં તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર જ હોય, પણ એમને એ આશય ઉક્ત કથનમાંથી ખીજા આધારે। સિવાય સીધી રીતે નીકળતા નથી. એટલે વિદ્યાનંદના આપ્તપરીક્ષાગત પૂર્વોક્ત પ્રથમ કથન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org