________________
१२२
પ્રામાણ્ય કેટલું ઓછું ઘડાય છે, એ વાત સમજવા માટે અત્યારની ચાલુ બધી જૈન સંસ્થાઓના વિદ્યાથીઓથી વધારે દૂર જવાની જરૂર નથી. જ્ઞાનના માર્ગમાં, જિજ્ઞાસાના ક્ષેત્રમાં અને સત્યની શોધમાં ચકાવૃત્તિને અર્થાત દષ્ટિસંકેચ કે સંપ્રદાયમહને સ્થાન હોય, તે તેથી મૂળ વસ્તુ જ સિદ્ધ ન થાય, જેઓ સરખામણના વિચારમાત્રથી ડરી જાય છે, તેઓ કાંતે પિતાના પક્ષની સબળતા અને પ્રામાણિકતા વિષે શંકિત હોય છે, કાંત બીજી સામેની બાજુ સાથે ઊભવાનું સામર્થ્ય ઓછું ધરાવે છે, કાંતે અસત્યને છોડતાં અને સત્યને સ્વીકારતાં ગભરાય છે અને કાંત સાચી પણ પિતાની બાબતને સાબિત કરવા જેટલું વૈર્ય અને બુદ્ધિબળ નથી ધરાવતા. જ્ઞાનને અર્થ જ એ છે કે, સંકુચિતતાઓ, બંધન અને આડોને પાર કરી આત્માને વિસ્તારો અને સત્ય માટે ઊંડા ઊતરવું. આ કારણથી શિક્ષકો સમક્ષ નીચેની પદ્ધતિ રજૂ કરું છું. તેઓ એ પદ્ધતિને છેવટની સૂચના ન માની લેતાં, તેમાં પણ અનુભવથી ફેરફાર કરે અને પોતાની પાસે ભણતા વિદ્યાર્થીઓને સાધન બનાવી ખરી રીતે પોતે જ તૈયાર થાય.
૧. પ્રથમ મૂળ સૂત્ર લઈ તેને સીધી રીતે જે અર્થ થતું હોય તે કર.
૨. ભાષ્ય કે સર્વાર્થસિદ્ધિ એ બેમાંથી એક ટીકાને મુખ્ય રાખી તે પ્રથમ શીખવવી અને પછી તુરત જ બીજી વંચાવવી. એ વાચનમાં વિદ્યાથીઓનું ધ્યાન નીચેની ખાસ બાબતો તરફ ખેંચવું. (૪) કઈ કઈ બાબત ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિમાં એક સરખી છે ? અને એકસરખી હોવા છતાં ભાષા અને પ્રતિપાદન-પદ્ધતિમાં કેટકેટલે ફેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org