________________
૧૨૦
બધું નિર્વિવાદપણે એ જ સૂચવે છે કે, વિદ્યાનંદ ઉમાસ્વામીથી ગૃધ્રપિચ્છને જુદા જ સમજે છે. બન્નેને એક નહિ. આ જ મુદ્દાની પુષ્ટિમાં એક લીલ એ પણ છે કે, વિદ્યાનંદ જે ગૃધ્રપિચ્છ અને ઉમાસ્વામીને અભિન્ન જ સમજતા હતા, તે એક જગાએ ઉમાસ્વામી અને બીજી જગાએ ગૃધ્રપિચ્છ આચાર્ય” એટલું વિશેષણ જ તેમને માટે ન વાપરત બકે ગૃધ્રપિચ્છ પછી તેઓ ઉમાસ્વામી શબ્દ વાપરત. ઉક્ત બને કથનની મારી વિચારણુ જે ખોટી ન હોય, તે તે પ્રમાણે ફલિત એમ થાય છે કે, વિદ્યાનંદની દૃષ્ટિમાં ઉમાસ્વામી તત્વાર્થાધિગમશાસ્ત્રના પ્રણેતા હશે, પણ તેમની દૃષ્ટિમાં ગૃધ્રપિચ્છ અને ઉમાસ્વામી એ બન્ને ખાતરીથી જુદા જ હેવા જોઈએ.
ગૃધ્રપિચ્છ, બલાકપિરછ, મયૂરપિરછ વગેરે વિશેષણેની સૃષ્ટિ નગ્નત્વમૂલક વસ્ત્રપાત્રના ત્યાગવાળી દિગંબર ભાવનામાંથી થયેલી છે. જે વિદ્યાનંદ ઉમાસ્વામીને ખાતરીથી દિગંબરીય સમજતા હોત, તો તેમના નામની સાથે પાછળના વખતમાં લગાડાતું ગૃધ્રપિચ્છ આદિ વિશેષણ તેઓ જરૂર જત. તેથી એમ કહેવું પ્રાપ્ત થાય છે કે, વિદ્યાનંદે ઉમાસ્વામીને શ્વેતાંબર, દિગંબર કે કેઈ ત્રીજો સંપ્રદાય સૂચવ્યું જ નથી.
સુખલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org