________________
९३
૪. અસલીપણા વિષે : ઉક્ત અને સૂત્રપાઠામાં અસલી કયા અને ફેરફાર પામેલા કયા એ પ્રશ્ન સહજ ઉદ્ભવે છે. અત્યાર સુધી કરેલા વિચાર ઉપરથી મારી ખાતરી થઈ છે કે, ભાષ્યમાનન્ય સૂત્રપાઠ જ અસલી છે, અને આની સિદ્ધિ માટે શ્રી સુઝુકેાએહીરાનું એક પરિશિષ્ટ અહીં આપવામાં આવ્યું છે. સૂત્રપાઠ વિષે આટલી ચર્ચા કર્યાં પછી હવે સૂત્રો ઉપર સર્વ પ્રથમ રચાયેલ ભાષ્ય અને સર્વાસિદ્ધિ એ એ ટીકાઓ વિષે કાંઈક વિચાર કરવા પ્રાપ્ત થાય છે. ભાષ્યમાન્યસૂત્રપાઠનુ અસલીપણુ અગર તે! અસલીપાઠની વિશેષ નજીક હાવાપણુ, તેમજ પ્રથમ કહેવામાં આવ્યુ છે તે પ્રમાણે ભાષ્યનુ વાચક ઉમાસ્વાતિક કષણું દિગંબર પર પરા કદી કબૂલ કરી શકે નહિ એ ખુલ્લું છે; કારણ કે દિગંબરપરંપરામાન્ય બધી જ તત્ત્વા ઉપરની ટીકાઓના મૂળ આધાર સર્વાર્થસિદ્ધિ અને તેને માન્ય સૂત્રપાઠ એ જ છે; એટલે ભાષ્ય કે ભાષ્યમાન્ય સૂત્રપાઠને જ ઉમાસ્વાતિક કે માનવા જતાં, પોતે માનેલા સૂત્રપાઠ અને ટીકાત્રં થાનુ પ્રામાણ્ય પૂરેપૂરું ન રહે. તેથી કોઈ પણ સ્થળે લિખિત પ્રમાણ ન હોવા છતાં ભાષ્ય અને ભાષ્યમાન્ય સૂત્રપાઠ વિષે દિગ ંબરપરંપરાનું શું કહેવું હાઈ શકે તે સાંપ્રદાયિકત્વના દરેક અભ્યાસી કલ્પી શકે એમ છે. દિગબર પરંપરા સર્વાર્થસિદ્ધિ અને તેના માન્ય સૂત્રપાઠને પ્રમાણસર્વસ્વ માને છે અને એમ માની સ્પષ્ટ સૂચવે જ છે કે, ભાષ્ય એ સ્વાપન્ન નથી અને તેને માન્ય સૂત્રપાઠ પણ અસલી નથી. આમ હાવાથી ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિ તેનુ પ્રામાણ્યવિષયક બળાબળ તપસ્યા સિવાય પ્રસ્તુત પરિચય અધૂરા જ રહે. ભાષ્યની સ્વેપન્નતા વિષે કશે। જ સંદેહ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org