________________
હોવા છતાં થોડીવાર દલીલ ખાતર એમ માની લેવામાં આવે કે એ પણ નથી; તે પણ એટલું નિર્વિવાદ કહી શકાય તેમ છે કે, ભાષ્ય એ સર્વાર્થસિદ્ધિ કરતાં પ્રાચીન અને કોઈ રૂઢ વેતાંબરીય નહિ એવા તટસ્થ વિદ્વાન દ્વારા લખાયેલી તત્ત્વાર્થસૂત્ર ઉપરની પ્રથમ જ ટીકા છે; એટલે કે ભાષ્ય સર્વાર્થસિદ્ધિ જેવું સંપ્રદાયિક નથી. આ મુદ્દો સમજવા માટે અહીં ત્રણ બાબતોની પર્યાચના કરવામાં આવે છે: ૧. શૈલીભેદ, ૨. અર્થવિકાસ, અને ૩. સાંપ્રદાયિકતા.
૧. શૈલીભેદ : કોઈ પણ એક જ સૂત્ર ઉપરનું ભાષ્ય અને તેની સર્વાર્થસિદ્ધિ સામે રાખી સરખામણીની દષ્ટિએ જોનાર અભ્યાસીને એમ જણાયા વિના કદી જ નહિ રહે કે, સર્વાર્થસિદ્ધિ કરતાં ભાષ્યની શૈલી પ્રાચીન છે અને ડગલે અને પગલે સર્વાર્થસિદ્ધિમાં ભાષ્યનું પ્રતિબિંબ છે. એ બંને ટીકાઓથી જુદી અને બંનેથી પ્રાચીન એવી ત્રીજી કઈ ટીકા તત્વાર્થસૂત્ર ઉપર હોવાનું પ્રમાણ ન મળે, ત્યાં સુધી ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિની સરખામણી કરનાર એમ કહ્યા વિના કદી જ નહિ રહે કે, ભાષ્યને સામે રાખી સર્વાર્થસિદ્ધિની રચના કરવામાં આવી છે. ભાષ્યની શૈલી પ્રસન્ન અને ગંભીર, હોવા છતાં, દાર્શનિકત્વની દૃષ્ટિએ સર્વાર્થસિદ્ધિની શૈલી, ભાષ્યની શૈલી કરતાં વધારે વિકસિત અને વધારે ખેડાયેલી. છે એમ ચોખ્ખું લાગે છે. સંસ્કૃત ભાષામાં લેખન અને દાર્શનિક શૈલીને જૈનસાહિત્યમાં જે વિકાસ થયા પછી, સર્વાર્થસિદ્ધિ લખાઈ છે, તે વિકાસ ભાષ્યમાં દેખાતો નથી; તેમ છતાં એ બંનેને ભાષામાં જે બિંબપ્રતિબિંબભાવ છે તે સ્પષ્ટ સૂચવે છે કે, બંનેમાં ભાગ્યે જ પ્રાચીન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org