________________
९६
૨. અવિકાસ' : અની દૃષ્ટિએ જોઈ એ તો પણ ભાષ્ય કરતાં સર્વાસિદ્ધિ અર્વાચીન છે એમ જ જણાય છે. જે એક બાબત ભાષ્યમાં હેાય છે, તેને વિશેષ વિસ્તૃત કરી તેના ઉપર વધારે ચર્ચા કરી સર્વાસિદ્ધિમાં નિરૂપણ કરવામાં આવ્યુ છે. વ્યાકરણશાસ્ત્ર અને જૈનેતર દર્શનાની જેટલી ચર્ચા સર્વાં સિદ્ધિમાં છે, તેટલી ભાષ્યમાં નથી. જૈન પરિભાષાનું જે ટ્રક છતાં સ્થિર વિશદીકરણ અને વક્તવ્યનુ જે પૃથક્કરણ સર્વા સિદ્ધિમાં છે, તે ભાષ્યમાં એછામાં ઓછુ છે. ભાષ્ય કરતાં સર્વાસિદ્ધિની તાર્કિકતા વધી જાય છે, અને ભાષ્યમાં નથી તેવાં વિજ્ઞાનવાદી બૌદ્ધ આદિનાં મંતવ્યો તેમાં ઉમેરાય છે. અને દર્શાનાંતરનું ખંડન જોર પકડે છે. એ બધુ સર્વાસિદ્ધિ કરતાં ભાષ્યની પ્રાચીનતા પુરવાર કરે છે.
૩. સાંપ્રદાયિકતા : ઉક્ત એ ખાખતા કરતાં વધારે મહત્ત્વની બાબત સાંપ્રદાયિકતાની છે. કાળતત્ત્વ, કેવળીકવલાહાર, અચેલકત્વ અને સ્ત્રીમેાક્ષ જેવી બાબતાએ તીવ્ર મતભેદનુ' રૂપ ધારણ કર્યા પછી અને એ બાબત પરત્વે સાંપ્રદાયિક આગ્રહ અંધાયા પછી જ સર્વાર્થસિદ્ધિ લખાઈ છે; જ્યારે ભાષ્યમાં એ સાંપ્રદાયિક અભિનિવેશનું તત્ત્વ દેખાતું નથી. જે જે ખાખતામાં રૂઢ શ્વેતાંબર સંપ્રદાય સાથે દિગંબર સપ્રદાયના વિરાધ છે, તે બધી જ બાબતો સર્વાસિદ્ધિના પ્રણેતાએ
૧. દાખલા તરીકે સરખાવેા ૧, ૨; ૧, ૧૨; ૧, ૩૨ અને ૨, ૧ વગેરે સૂત્રોનુ ભાષ્ય અને સર્વાસિદ્ધિ
૨, ૫, ૩૯; ૬, ૧૩; ૮, ૧; ૯, ૯; ૯, ૧૧; ૧૦ ૯ વગેરે સૂત્રોની સર્વાર્થસિદ્ધિ સાથે તે જ સૂત્રોનુ ભાષ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org