________________
१०४
વિસ્તારરૂપે “ઉદ્ધાર કરીને મૂક્યો હતો. એ પ્રમાણે યશોભદ્રલિખિત અધ્યાયના અંતમાં પણ એકવાક્યતા નથી. “યશોભદ્રનિર્વાહિતાયામ' એવા શબ્દ હેવા છતાં પણ “
સર્જીયા લખવું કાં તે વ્યર્થ છે. અથવા કઈ અર્થાતરનું સૂચક છે.
આ બધી ગરબડ જોઈને હું અનુમાન કરું છું કે, અધ્યાયના અંતવાળા ઉલ્લેખ કઈ એક યા અનેક લેખકે દ્વારા એક સમયમાં અથવા જુદા જુદા સમયમાં નકલ કરતી વખતે દાખલ થયા છે તથા તેવા ઉલ્લેખની રચનાનો આધાર યશેભદ્રના શિષ્યનું પેલું પદ્ય–ગદ્ય છે, કે જે તેણે પિતાની રચનાના પ્રારંભમાં લખ્યું છે.
ઉપર્યુક્ત ઉલ્લેખ પાછળથી દાખલ થયા છે એ કલ્પનાનું સમર્થન એથી પણ થાય છે કે, અધ્યાયના અંતમાં આવતું “પુપિયામ” એવું પદ અનેક જગાએ ત્રુટિત છે. ગમે તેમ પણ અત્યારે તે તે ઉલ્લેખ પરથી નીચેની વાતે ફલિત થાય છે.
1. તત્વાર્થ ભાષ્ય ઉપર હરિભદ્ર વૃત્તિ રચી, કે જે પૂર્વકાલીન અથવા સમકાલીન નાની નાની ખંડિત—અખંડિત વૃત્તિઓના ઉદ્ધારરૂપ છે; કારણકે, તેમાં તે વૃત્તિઓને યાચિત સમાવેશ થઈ ગયું છે.
૨. હરિભદ્રની અધૂરી વૃત્તિને યશભદ્ર તથા તેમના શિષ્ય ગંધહસ્તીની વૃત્તિને આધારે પૂરી કરી.
૩. વૃત્તિનું ‘ડુપડુપિકા” નામ (ખરેખર જ તે નામ સાચું તથા ગ્રંથકારોએ રાખ્યું હોય તે) એ કારણે પડેલું લાગે છે કે, તે ટુકડે ટુકડે રચાઈને પૂરી થઈ કઈ એક દ્વારા પૂરી ન થઈ શકી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org