________________
१०५
ડુપડુપિકા શબ્દ આ સ્થળ સિવાય અન્યત્ર ક્યાંય જોયો કે સાંભળ્યું નથી. સંભવ છે કે, તે અપભ્રષ્ટ પાઠ હોય અથવા કઈ દેશીય શબ્દ હોય. મેં પહેલાં કલ્પના કરી હતી કે, તેને અર્થ “નાની નાવડી” કદાચ હોય; તેમજ કોઈ વિદ્વાન મિત્રે એમ પણ કહ્યું હતું કે તે સંસ્કૃત “યહૂ શબ્દને ભ્રષ્ટ પાઠ છે. પરંતુ હવે વિચાર કરવાથી એ કલ્પના તેમ જ એ સૂચના ઠીક નથી લાગતી, કારણકે તે કલ્પનાને આધાર ગંધહસ્તીની મોટી વૃત્તિમાંથી નાની વૃત્તિ તારવવા બાબતને ખ્યાલ હતો, જે હવે છેડી દે પડ્યો છે. યશોભદ્રના શિવે અંતે જે વાક્ય લખ્યું છે તેથી તે એવું કાંઈક ધ્વનિત થાય છે કે, આ નાની વૃત્તિ છેડી અમુક રચી, ડી બીજા કોઈકે, અને થોડી ત્રીજા કેઈકે, તેથી તે ડુપડુપિકા બની ગઈ, અર્થાત એક કંથા જેવી બની ગઈ.
સર્વાર્થસિદ્ધિ અને રાજવાર્તિક સાથે સિદ્ધસેનીય વૃતિનું તેલન કરીએ તે સ્પષ્ટ જણાય છે કે, ભાષાને જે પ્રસાદ, રચનાની વિશદતા અને અર્થનું પૃથક્કરણ “સર્વાર્થસિદ્ધિ અને રાજવાર્તિકમાં છે, તે સિદ્ધસેનીય વૃત્તિમાં નથી. આનાં બે કારણે છે. એક તે ગ્રંથકારને પ્રકૃતિભેદ અને બીજું કારણ પશ્રિત રચના છે. સવાર્થસિદ્ધિકાર અને રાજવાર્તિકકાર સૂત્રો ઉપર પોતપોતાનું વક્તવ્ય સ્વતંત્રપણે જ કહે છે, જ્યારે સિદ્ધસેનને ભાષ્યનું શબ્દશઃ અનુસરણ કરવાનું હોઈ, પરાશ્રિતપણે ચાલવાનું છે. આટલો તફાવત હોવા છતાં સમગ્ર રીતે સિદ્ધસેનીયવૃત્તિનું અવલોકન કરતાં મન ઉપર બે વાત તો
૧. પહેલી આવૃત્તિ, પરિચય ૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org