________________
१०६
અંકિત થાય છે જ. તેમાં પહેલી એ કે, “સર્વાર્થસિદ્ધિ અને “રાજવાર્તિક' કરતાં સિદ્ધસેનીયવૃત્તિની દાર્શનિક યોગ્યતા ઓછી નથી. પદ્ધતિભેદ છતાં એકંદર એ વૃત્તિમાં પણ ઉક્ત બે ગ્રંથ એટલે જ ન્યાય, વૈશેષિક, સાંખ્ય, ગ અને બૌદ્ધ દર્શનની ચર્ચાને વારસે છે; અને બીજી વાત એ છે કે, સિદ્ધસેન પિતાની વૃત્તિમાં દાર્શનિક અને તાર્કિક ચર્ચા કરીને પણ છેવટે જિનભદ્રગણિક્ષમાશ્રમણની પેઠે આગમિક પરંપરાનું પ્રબળપણે સ્થાપન કરે છે અને એ સ્થાપનમાં તેમનો આગમિક અભ્યાસ પ્રચુરપણે દેખાય છે. સિદ્ધસેનની વૃત્તિ જોતાં માલૂમ પડે છે કે, તેમના સમય સુધીમાં તત્ત્વાર્થ ઉપર અનેક વ્યાખ્યાઓ રચાયેલી હતી. કેઈ કોઈ સ્થળે એક જ સૂત્રના ભાષ્યનું વિવરણ કરતાં તેઓ પાંચછ મતાંતરે ટાંકે છે. તે ઉપરથી એવું અનુમાન બાંધવાને કારણ મળે છે કે, સિદ્ધસેને વૃત્તિ રચી ત્યારે તેમની સામે ઓછામાં ઓછી તત્ત્વાર્થ ઉપર રચાયેલી પાંચ ટીકાઓ હોવી જોઈએ, જે સર્વાર્થસિદ્ધિ આદિ પ્રસિદ્ધ દિગંબરીય ત્રણ વ્યાખ્યાઓથી જુદી હશે એમ લાગે છે; કારણ કે “રાજવાર્તિક” અને “ વાર્તિક ”ની રચના પહેલાં જ સિદ્ધસેનીય વૃત્તિ રચાઈ હેવાને બહુ સંભવ છે. પહેલાં રચાઈ ન હોય તે પણ એની રચના અને પેલાં બેની રચના વચ્ચે એટલું તો એછું અંતર છે કે, સિદ્ધસેનને “રાજવાર્તિક અને “શ્લોકવાર્તિક પરિચય થવાનો પ્રસંગ જ આવ્યો નથી. “સર્વાર્થસિદ્ધિ'ની રચના પૂર્વકાલીન હેઈ, સિદ્ધસેનના સમયમાં તે ચોક્કસ હતી ખરી પણ દૂરવર્તી દેશભેદને
૧. જુઓ ૫, ૩ની સિદ્ધસેનીયવૃત્તિ પૂ૦ ૩૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org