________________
१०७
કારણ કે બીજા કોઈ કારણે સિદ્ધસેનને “સર્વાર્થસિદ્ધિ' જોવાની તક મળી હોય એમ લાગતું નથી. સિદ્ધસેન એ પૂજ્યપાદ આદિ દિગંબરીય આચાર્યો જેવા સંપ્રદાયાભિનિવેશી છે એમ તેમની વૃત્તિ જ કહે છે. હવે જે એમણે “સર્વાર્થસિદ્ધિ કે બીજો કોઈ દિગંબરીયાભિનિવેશી ગ્રંથ જોયો હોત, તે તેના પ્રત્યાઘાતરૂપે તેઓ પણ તે તે સ્થળે દિગંબરીયત્વનું સર્વાર્થસિદ્ધિનાં વચનોના નિર્દેશપૂર્વક ખંડન કર્યા વિના સતિષ પકડી શકત જ નહિ. વળી કઈ પણ સ્થળે દિગંબરીય સાંપ્રદાયિક વ્યાખ્યાઓની તેમણે સમાલેચના કરી જ નથી. જે પિતાના પૂર્વવર્તી વ્યાખ્યાકારોને સૂત્ર કે ભાગવિષયક મતભેદોની તેમજ ભાગ્યવિવરણ સંબંધી નાનીમોટી માન્યતાઓની ટૂંકી પણ નેંધ લીધા સિવાય ન રહે, અને પિતે માન્ય રાખેલ શ્વેતાંબર પરંપરા કરતાં તર્કબળથી સહેજ પણ વિરુદ્ધ કહેનાર શ્વેતાંબરીય મહાન આચાર્યોની કટુક સમાલોચના કર્યા વિના સંતોષ ન પકડે. તે સિદ્ધસેન વ્યાખ્યાપરત્વે પ્રબળ વિરેાધ ધરાવનાર દિગંબરીય આર્ચાયેની પૂરેપૂરી ખબર લીધા વિના રહી શકે એ કલ્પવું જ અશક્ય છે. તેથી એવી કલ્પના થાય છે કે, ઉત્તર કે પશ્ચિમ હિંદુસ્થાનમાં થયેલ અને રહેલ એ શ્વેતાંબર આચાર્યને દક્ષિણ હિંદુસ્તાનમાં રચાયેલ અને પિષાયેલ તત્ત્વાર્થ ઉપરની પ્રસિદ્ધ દિગંબર વ્યાખ્યા જોવાની તક સાંપડી ન હોય. એ જ રીતે દક્ષિણ હિંદુસ્તાનમાં થયેલ અકલંક આદિ દિગંબરીય ટીકાકારેને ઉત્તર હિંદુસ્તાનમાં રચાયેલ તત્કાલીન વેતાંબરીય તત્ત્વાર્થના ટીકાગ્ર થે જોવાની તક મળેલી લાગતી જ નથી; તેમ છતાં સિદ્ધસેનની વૃત્તિ અને રાજવાર્તિકમાં જે કવચિત ધ્યાન ખેંચનારું શબ્દસાદશ્ય દેખાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org