________________
१०२
અભ્યાસ “સર્વાર્થસિદ્ધિમાં કાંઈક ઘેરે બને છે અને તે રાજવાર્તિકમાં વિશેષ ઘટ્ટ થઈ, છેવટે કવાર્તિક માં ખૂબ જામે છે. “રાજવાર્તિક' અને “શ્લોકવાર્તિકના ઇતિહાસત્ત અભ્યાસીને એમ જણાવાનું જ કે, દક્ષિણ હિંદુસ્તાનમાં જે દાર્શનિક વિદ્યા અને સ્પર્ધાને સમય આવેલે, અને અનેકમુખી પાંડિત્ય વિકસેલું, તેનું જ પ્રતિબિંબ આ બે ગ્રંથમાં છે. પ્રસ્તુત બે વાર્તિકે જૈન દર્શનને પ્રામાણિક અભ્યાસ કરવા માટે દરેકને સાધન પૂરું પાડે છે, પણ તેમાંયે “રાજવાર્તિકનું ગદ્ય, સરળ અને વિસ્તૃત હોવાથી તત્ત્વાર્થના બધા ટીકાગ્રંથની ગરજ તે એકલું જ સારે છે. આ બે વાર્તિકે ન હોત, તે દશમા સૈકા પહેલાંના દિગંબરીય સાહિત્યમાં જે વિશિષ્ટતા આવી છે, અને તેની જે પ્રતિષ્ઠા બંધાઈ છે, તે જરૂર અધૂરી રહેત. એ બે વાર્તિકે સાંપ્રદાયિક છતાં અનેક દષ્ટિએ ભારતીય દાર્શનિક સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન મેળવે તેવી યોગ્યતા ધરાવે છે. એમનું અવલોકન બૌદ્ધ અને વૈદિક પરંપરાના અનેક વિષય ઉપર તેમજ અનેક ગ્રંથ ઉપર ઐતિહાસિક પ્રકાશ પાડે છે.
મૂળ સૂત્ર ઉપર રચાયેલી વ્યાખ્યાઓને ટૂંક પરિચય કર્યા પછી, વ્યાખ્યા ઉપર રચાયેલી વ્યાખ્યાઓનો પરિચય
કરવાનું પ્રાપ્ત થાય છે. એવી બે વ્યાખ્યાઓ રે વૃત્તિો પૂરેપૂરી અત્યારે ઉપલબ્ધ છે, જે બન્ને
- શ્વેતાંબરીય છે. આ બન્નેનું મુખ્ય સામ્ય ટૂંકમાં એટલું જ છે કે, તે બન્ને વ્યાખ્યાઓ ઉમાસ્વાતિના સ્વપજ્ઞભાષ્યને શબ્દશઃ સ્પર્શે છે અને તેનું વિવરણ કરે છે. ભાષ્યનું વિવરણ કરતાં ભાષ્યને આશરીને સર્વત્ર આમિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org