________________
१००
ગદ્યમાં છે, જ્યારે શ્લેાકવાત્તિક કુમારિલના શ્લોકવાર્ત્તિક’ અને ધર્માંકાતિના પ્રમાણુવાર્તિક'ની જેમ પદ્યમાં છે. કુમારિલ કરતાં વિદ્યાન ંદની વિશેષતા એ છે કે, તેણે પોતે જ પેાતાના પદ્ય વાર્દિકની ટીકા લખી છે. રાજવાર્ત્તિક'માં લગભગ આખી ‘સર્વાસિદ્ધિ' આવી જાય છે, છતાં તેમાં નવીનતા અને પ્રતિભા એટલી બધી છે કે, ‘સર્વાર્થસિદ્ધિ' સાથે રાખીને ‘રાજવાત્તિ ક’ વાંચતાં છતાં તેમાં કશું જ પૌનરુત્ય દેખાતું નથી. લક્ષણનિષ્ણાત પૂજ્યપાદનાં સર્વાર્થસિદ્ધિગત પ્રત્યેક મુદ્દાવાળાં વાકયોને અકલ કે પૃથક્કરણ અને વર્ગીકરણપૂર્વક વાર્ત્તિકમાં ફેરવી નાખ્યાં છે અને પોતાને ઉમેરવા લાયક દેખાતી ખાખતા કે તેવા પ્રશ્નો વિષે નવાં પણ વાન્તિકા રચ્યાં છે અને બધાં ગદ્ય વાર્ત્તિા ઉપર પોતે જ સ્ફુટ વિવરણ લખ્યુ છે. એથી એકંદર રીતે જોતાં ‘રાજવાર્ત્તિક' એ સવાસિદ્ધિનુ વિવરણ હેાવા છતાં વસ્તુતઃ તે સ્વતંત્ર જ ગ્રંથ છે. ‘સર્વાં સિદ્ધિ’માં દેખાતા દાર્શનિક અભ્યાસ કરતાં રાજવાર્ત્તિકને દાર્શનિક અભ્યાસ બહુ જ ચઢી જાય છે. ‘રાજવાત્તિક’ના એક ધ્રુવમંત્ર છે કે તેને જે બાબત ઉપર જે કાંઈ કહેવુ હાય, તે અનેકાંતના આશ્રય કરીને જ કહે છે. અનેકાંત એ રાજવાર્તિક'ની પ્રત્યેક ચર્ચાની ચાવી છે. પોતાના સમય સુધીમાં ભિન્ન ભિન્ન સંપ્રદાયના વિદ્વાનેાએ જે અનેકાંત ઉપર આક્ષેપો મૂકેલા અને અનેકાંતવાદની જે ત્રુટિઓ બતાવેલી, તે બધાનું નિરસન કરવા અને અનેકાંતનું વાસ્તવિક સ્વરૂપ જણાવા માટે જ અકલ કેનુ પ્રતિષ્ઠિત તત્ત્વાર્થસૂત્રના પાયા ઉપર સિદ્ધલક્ષણવાળી સર્વાસિદ્ધિના આશ્રય લઈ પેાતાના રાજવાર્તિક'ની ભન્ય ઇમારત ઊભી કરી છે. સર્વાસિધ્ધિ'માં જે આગમિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org