________________
९८
ભૂત થઈ પડેલા લાગે છે. આમ થવાથી દિગંબર પર પરાએ સર્વાં་સિદ્ધિને મુખ્ય પ્રમાણ તરીકે સ્વીકારી, અને ભાષ્ય સ્વાભાવિક રીતે જ શ્વેતાંબર પરંપરામાં માન્ય રહી ગયું. ભાષ્ય ઉપર કાઈ પણ દિગ'બર આચાયૅ ટીકા નથી લખી કે તેના ઉલ્લેખ નથી કર્યાં; એટલે તે દિગંબર પરંપરાથી દૂર જ રહી ગયું; અને અનેક શ્વેતાંબર આચાર્યાએ ભાષ્ય ઉપર ટીકાઓ લખી છે તેમ જ કવચિત્ ભાષ્યનાં મંતવ્યોને વિરાધ કર્યા છતાં એક ંદરે તેનુ પ્રામાણ્ય સ્વીકાર્યું છે, તેથી જ કાઈ તટસ્થ પરંપરાના પ્રાચીન વિદ્વાને રચેલું હેાવા છ્તાં તે શ્વેતાંબર સંપ્રદાયનેા પ્રમાણભૂત ગ્રંથ થઈ પડયો છે. તાપણ એટલુ યાદ રાખવું જોઈએ કે, ભાષ્ય પ્રત્યે દિગંબરીય પરંપરામાં આજકાલ જે મનેવૃત્તિ જોવામાં આવે છે, તે જૂના દિગંબરાચાર્યામાં ન હતી. કારણ કે, અકલંક જેવા પ્રમુખ દિગબરાચાર્ય પણ યથાસ'ભવ ભાષ્યની સાથે પોતાના કથનની સંગતિ બતાવવાના પ્રયત્ન કરીને ભાષ્યના વિશિષ્ટ પ્રામાણ્યનું સૂચન કરે છે (જુઓ રાજવાર્ત્તિક ૫, ૪, ૮), અને કયાંય ભાષ્યનું નામેાલ્લેખપૂર્વક ખંડન નથી કરતા અથવા અપ્રામાણ્ય નથી બનાવતા.
ગ્રંથેાના નામકરણ પણ આકસ્મિક નથી હોતાં; મેળવી શકાય તે તેને પણ વિશિષ્ટ ઇતિહાસ હેાય છે જ. પૂર્વકાલીન અને સમકાલીન વિદ્વાનેાની ભાવનામાંથી તે વાોિ તેમજ સાહિત્યના નામકરણપ્રવાહમાંથી પ્રેરણા મેળવીને જ ગ્રંથકારો પોતાની કૃતિનું
નામકરણ કરે છે. પતંજલિના વ્યાકરણુ ઉપરના મહાભાષ્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org