________________
સૂત્રમાં ફેરફાર કરીને કે તેના અર્થમાં ખેંચતાણ કરીને કે અસંગત અધ્યાહાર આદિ કરીને ગમે તે રીતે દિગંબર પરંપરાને અનુકૂલ થાય તે રીતે સૂત્રમાંથી ઉપજાવી કાઢવાનો સાંપ્રદાયિક પ્રયત્ન કરેલ છે, જે પ્રયત્ન ભાષ્યમાં ક્યાંય દેખાતા નથી. તેથી એમ સ્પષ્ટ લાગે છે કે, સર્વાર્થસિદ્ધિ એ સાંપ્રદાયિક વિરોધનું વાતાવરણ જામ્યા પછી પાછળથી લખાઈ છે; અને ભાષ્ય એ વિરોધના વાતાવરણથી મુક્ત છે.
ત્યારે અહીં પ્રશ્ન થાય છે કે જે એ રીતે ભાષ્ય તટસ્થ અને પ્રાચીન હોય, તે તેને દિગંબર પરંપરાએ છેવું કેમ ? એને ઉત્તર એ છે કે સર્વાર્થસિદ્ધિના કર્તાને જે બાબતમાં શ્વેતાંબર સંપ્રદાયની માન્યતાઓનું સ્પષ્ટ ખંડન કરવું હતું, એવું ખંડન ભાષ્યમાં ન જ હતું એટલું જ નહીં પણ, ભાષ્ય મોટે ભાગે રૂઢ દિગંબર પરંપરાનું પિષક થઈ શકે તેમ પણ ન હતું, અને ઘણે સ્થળે તો ઊલટું તે દિગંબર પરંપરાથી બહુ વિરુદ્ધ જતું હતું. તેથી પૂજ્યપાદ ભાષ્યને પડતું મૂકી સૂત્રો ઉપર સ્વતંત્ર ટીકા લખી, અને તેમ કરતાં સૂત્રપાઠમાં ઇષ્ટ સુધારે વધારે કર્યો અને તેની વ્યાખ્યામાં મતભેદવાળી બાબતમાં આવી ત્યાં સ્પષ્ટપણે દિગંબર મંતવ્યોનું જ સ્થાપન કર્યું; આ કરવામાં પૂજ્યપાદને કુંદકુંદના ગ્રંથો મુખ્ય આધાર
૧. ૯, ૭ તથા ર૪ ના ભાષ્યમાં વસ્ત્રને ઉલ્લેખ છે. તથા ૧૦, ૭ ના ભાષ્યમાં “તીર્થકરીતીથી ને ઉલ્લેખ છે.
૨. જ્યાં જ્યાં અર્થ ખેંચ્યું છે, અથવા પુલાક આદિ જેવા સ્થળે બંધબેસતું વિવરણ નથી થઈ શક્યુ તે સૂત્રો જ કેમ ન કાઢી નાખ્યાં, એને ઉત્તર સૂત્રપાઠની અતિપ્રસિદ્ધિ અને ફેંકવા જતાં અપ્રામાણ્યનો આક્ષેપ આવવાને ભય હેય, એમ લાગે છે. ત–૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org